________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
પ્રશમરતિ શરીરને નીરોગી અને સશક્ત રાખવા માટે કેટલાંક સાધનો જોઈએ જ! શરીરને આહાર જોઈએ, વસ્ત્ર જોઈએ અને આવાસ જોઈએ. આ ત્રણ સાધનો તો જોઈએ જ, સંસારત્યાગી, વ્યાપારત્યાગી એવા સાધુપુરુષો અકિંચન હોય છે, એમને ભિક્ષાવૃત્તિથી જીવવાનું વ્રત હોય છે. એ અણગાર હોય છે, ગૃહત્યાગી હોય છે, એટલે અલ્પકાળ રહેવા માટે પણ એમનું પોતાનું ઘર હોતું નથી. આહાર, ઉપકરણ અને આવામ-આ ત્રણા સાધનો વિના શરીર ટકી ન શકે. આ ત્રણ સાધનો વિના શરીરનું અસ્તિત્વ નથી. એ સાધનોની ગુણવત્તા અને પ્રમાણમાં તરતમતા હોઈ શકે. કોઈ શરીરને આ સાધનો સામાન્ય કોટિનાં હોય તો ચાલે તો કોઈ શરીરને આ સાધનો સારાં જોઈતાં હોય છે. કોઈ શરીરને આ સાધનો ખૂબ થોડાં જોઈતાં હોય છે તો કોઈ શરીરને આ સાધનો વધારે જોઈએ છે....પરંતુ સાધનો જોઈએ તો ખરાં જ.
આ સાધનો સાધુ-સાધ્વીને જનસમાજમાંથી મેળવવાનાં છે. આ સાધનો પૂરતી અપેક્ષા તો જનસમાજ પાસેથી રહેવાની જ. એટલે જનસમાજ સાથે સંબંધ પણ રહેવાનો જ. એ સંબંધને જાળવવાની કાળજી રાખવી અનિવાર્ય હોય છે.
લેનારે આપનારના મનને ખેદ ન પમાડવો જોઈએ. લેનારે આપનારની સાથે વ્યવહાર રાખવો જોઈએ. જનસમાજ પાસેથી આહાર, ઉપકરણ અને આવાસની અપેક્ષા રાખનારાં સાધુ-સાધ્વીએ એ જનસમાજના સદ્વ્યવહારોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. પોતાના ધર્મને બાધક ન હોય એવા લોકાચારોનું અનુસરણ કરવું જોઈએ.
સિદ્ધર્મને અબાધક લોકાચારોનું અનુસરણ કરવું જોઈએ,” આ પ્રતિપાદન કરતાં ટીકાકાર મહર્ષિએ સદ્ધર્મની પરિભાષા કરી છે- ક્ષમાદિ યતિધર્મ ! સાધુએ પોતાના ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને આંચ ન આવે એ રીતે લોકાચારોનો આદર કરવો જોઈએ. અર્થાત્ જનસમૂહ સાથે પોતાનો વ્યવહાર રાખવો જોઈએ.
દશ પ્રકારનો સાધુ ધર્મ આ પ્રમાણે છે : ૧. ક્ષમા રાખવી. ૨. નમ્રતા રાખવી. ૩. સરળતા રાખવી. ૪. શૌચધર્મનું પાલન કરવું. પ, સંયમનું પાલન કરવું. ૬. ત્યાગી રહેવું. ૭. સત્યનું પાલન કરવું. ૮. તપશ્ચર્યા કરવી, ૯. બ્રહ્મચર્યનું પાલન કરવું, અને ૧૦. અર્કિંચનતાનું પાલન કરવું જોઈએ.
આ દશ પ્રકારના સાધુધર્મનું પાલન થતું હોય, એમાં ક્ષતિ ન પહોંચે, એ રીતે લોકવાર્તા કરવામાં દોષ નથી, આ ત્યારે જ બને કે સાધક પ્રતિપળ જાગ્રત હોય, અપ્રમત્ત હોય. કોઈપણ લૌકિક-વ્યાવહારિક પ્રસંગે ઉપસ્થિત થતાં તત્કાલ
For Private And Personal Use Only