________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકવિરુદ્ધનો ત્યાગ
૨૩૧ વિચાર રહેવો જોઈએ. મને સમાજની પડી નથી...” આવા વિચાર કે આવી વાણી સાધુની ન હોય.
થોડાક સાધુ કે થોડીક સાધ્વીઓ પણ જો આધારભૂત જનસમાજની ઉપેક્ષા કરે, એની સાથે દુર્વ્યવહાર કરે તો એના દુષ્પભાવો સમગ્ર શ્રમણસંધ પર પડતા હોય છે. એથી સમગ્ર શ્રમણસંઘને સહન કરવું પડતું હોય છે. સાધુસાધ્વીની સંયમ-આરાધના દુષ્કર બની જતી હોય છે. એટલે સાધુ કે સાધ્વીએ જનસમાજ સાથે સદૈવ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
ધર્મની દૃષ્ટિએ, શાસ્ત્રષ્ટિએ બાધક ન હોય, છતાં જો સમાજની દૃષ્ટિએ અકરણીય હોય, એવું કાર્ય પણ સાધુ-સાધ્વીએ ન કરવું જોઈએ. હા, ધર્મવિરુદ્ધ કાર્ય હોય તો ન કરવું જોઈએ. એમાં પણ એ સાવધાની રાખવી જોઈએ કે એ કાર્ય ન કરવાથી સમાજને અણગમો થતો હોય તો એ ગામ-નગર છોડીને ચાલ્યા જવું જોઈએ. સર્વે સંયમીઓના આધારભૂત જનસમૂહ પ્રત્યે ઉપેક્ષાભર્યો વ્યવહાર ન કરો.
લોકવિરુદ્ધનો ત્યાગ देहो नासाधनको लोकाधीनानि साधनान्यस्य । __ सद्धर्मानुपरोधात्तस्माल्लोकोऽभिगमनीयः ।।१३२ ।। અર્થ : સાધન વિના શરીર નથી, તેનાં સાધનો લોકાધીન છે. માટે સદ્ધર્મન અવિરુદ્ધ લોકનું અનુસરણ કરવું જોઈએ. વિવેચન : “શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્'
ધર્મઆરાધના માટે પહેલું સાધન શરીર છે. જો શરીર સ્વસ્થ હોય, નીરોગી હોય, નિરામય હોય તો જ ધર્મઆરાધના શાન્તિપૂર્વક-સમાધિપૂર્વક થઈ શકે. પરંતુ શરીર તરફનો સાધકનો અભિગમ આ જ જોઈએ-“ધર્મસાધનાનું આ સાધન છે.' આ અભિગમ સાથે જે સાધક એ શરીર પાસેથી ધર્મારાધનાનું કામ લે, તો “દારિક શરીર' મુક્તિનું દાન કરી દે!
શરીર માટે બે વાતોની કાળજી હોવી જરૂરી છે. શરીર રોગી ન બનવું જોઈએ, શરીર અશક્ત ન બનવું જોઈએ. સાધુજીવનમાં આ બે કાળજી હોવી ખૂબ આવશ્યક હોય છે. શરીર રોગોથી ઘેરાઈ જાય તો સાધુ પરાધીન બની જાય, સાધુ જો અશક્ત કે અપંગ થઈ જાય તો પણ પરાશ્રિત અને પરાધીન બની જાય. પરાશ્રયતા અને પરાધીનતા સાધુજીવનમાં મોટાં વિઘ્નો છે.
For Private And Personal Use Only