________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
પ્રશમરત
કાર્યો સાધુ ન કરે. સાધુને એ જ્ઞાન હોવું અનિવાર્ય હોય છે કે જનસમાજમાં કેવાં કેવાં કાર્યો નિંદનીય ગણાય છે, ત્યાજ્ય ગણાય છે. સાધુએ લોકમાનસનું અધ્યયન કરવું જોઈએ. સાધુએ કેવું કેવું લોકમાનસનું અધ્યયન કરવું જોઈએ, એનું માર્ગદર્શન ધર્મગ્રન્થોમાં આપેલું છે.
થોડાંક ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ કરું છું, સામાન્યથી જે ઘરમાં પુત્રપુત્રીનો જન્મ થયો હોય એ ઘરનું કેટલાક દિવસ સુધી બીજા લોકો પાણી નથી પીતા, ભોજન નથી કરતા, તો સાધુએ પણ એટલા દિવસ એ ઘરનાં આહાર-પાણી ન લેવાં જોઈએ. એવી રીતે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય, લોકો કેટલાક દિવસ એ ઘરનાં આહાર-પાણી નથી લેતા, સાધુએ પણ એ ઘરે ભિક્ષા માટે ન જવું જોઈએ. એવી રીતે, જે સમાજની નિશ્રામાં સાધુ-સાધ્વી રહેલાં હોય, એ સમાજનો જે લોકો સાથે જમવાનો સંબંધ ન હોય, એવા લોકોના ઘરે ભિક્ષા માટે ન જવું જોઈએ.
ન
જે ગામ-નગ૨માં જે લોકો બહિષ્કૃત હોય, જેઓ સમૂહભોજનમાં ન આવી શકતા હોય, તેવા લોકોને ત્યાં સાધુઓએ ઊતરવું ન જોઈએ, એવા લોકોને દીક્ષા આપવી ન જોઈએ કે એવા લોકોને ત્યાં ભિક્ષા ન લેવી જોઈએ. અલબત્ત, સાધુને એમના પ્રત્યે કોઈ અરુચિ કે અણગમો ન હોય, દ્વેષ કે તિરસ્કાર ન હોય, એ લોકો પ્રત્યે સાધુના હૃદયમાં તો મૈત્રીભાવના જ હોય, છતાં વ્યવહારધર્મનું પાલન કરવું આવશ્યક હોય છે.
જેવી રીતે સાધુ લોક-માનસનું અધ્યયન કરી, લોકોને અપ્રિય હોય એવું આચરણ ન કરે, તેવી રીતે સાધુ પોતાના સાધજીવનની મર્યાદાઓનું પણ યથાર્થ પાલન કરે. અર્થાત્ ધર્મઆરાધનામાં પ્રતિકૂળ આહાર, વસ્ત્ર, મકાન વગેરે ગ્રહણ ન કરે, ભલે લોકવિરુદ્ધ ન હોય છતાં સાધુ માંસ, માખણ, મધ, મદિરા તેમ જ કંદમૂળ વગેરે ગ્રહણ ન કરે. જે મકાનમાં રહેવાથી સાધુની સંયમ-આરાધના ડહોળાતી હોય, ભલે ત્યાં રહેવું લોક-વિરુદ્ધ ન હોય, છતાં સાધુ એવા મકાનમાં ન રહે.
સાધુ અને સમાજ વચ્ચેના સંબંધની સ્પષ્ટ રૂપરેખા અહીં દોરવામાં આવી છે. સમાજનો સાધુપુરુષો પ્રત્યે જેમ ભક્તિભાવ હોવો જરૂરી છે, સાધુપુરુષોની સંયમયાત્રામાં સહાયક બનવું જરૂરી છે, તેમ સાધુઓએ સમાજ સાથે કેવી રીતે જીવવું જોઈએ, એ વાત અહીં વિચારવામાં આવી છે. સમાજમાં કોઈને દુઃખ ન થાય, પીડા ન થાય, દ્વેષ કે અણગમો ન થાય, એટલી કાળજીથી સાધુએ વ્યવહાર કરવાનો છે. સાધુની દૃષ્ટિમાં જનસમાજ ‘આ મારો આધાર છે.' આ
For Private And Personal Use Only