________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८८
પ્રશમરતિ
મનથી વિચાર કરનાર રાગી હોય કે દ્વેષી હોય અને વિચારોનો વિષય પાંચ ઇન્દ્રિયોના વિષયે હોય-એટલે ઢગલાબંધ કર્મો બંધાય, જ્યારે કર્મો બંધાતા હોય છે ત્યારે તો જીવને કોઈ પીડાનો અનુભવ નથી થતો હોતો, પરંતુ જ્યારે એ બંધાયેલાં કર્મો ઉદયમાં આવે છે ત્યારે જ પરચો દેખાડતાં હોય છે. તાત્પર્ય એ છે કે રાગી ને દ્વેષી જીવોના ઇષ્ટ કે અનિષ્ટ વિચારો કર્મબન્ધાનું અસાધારણ કારણ છે. આત્મા સાથે એ કર્મો કેવી રીતે બંધાય છે તે વાત એક ઉદાહરણ આપીને ગ્રન્થકાર સમજાવે છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषाक्लिन्नस्य कर्मवन्धो भवत्येवम् ॥ ५५ ॥
અર્થ : ચીકાશ (તેલ વગેરેની) થી ખરડાયેલા શરીરવાળાનાં ગાત્ર (શરીર)ને જેવી રીતે ધૂળ ચોંટે છે, તેવી રીતે રાગ અને દ્વેષથી સ્નિગ્ધ (ચીકણા) આત્માને કર્મ ચોંટે છે.
વિવેષન : શરીરે સરસવના તેલની માલિસ કરીને, ખુલ્લા બદને બહાર ફરવા નીકળ્યા છો? તળાવમાં સ્નાન કરીને, ભીના-પાણી નીતરતા શરીરે એ તળાવની પાળે ઊભેલા છો? હવામાં ઊડતા ધૂળના રજકણોથી તમારું શરીર ભરાઈ ગયું હશે! શરીર સાથે ધૂળ ચોંટી જાય, એ ચોંટાડનાર પેલી તેલની ચીકાશ છે! પાણીની ભીનાશ છે!
રાગ અને દ્વેષ એ ચીકાશ છે. આત્મામાં રાગ અને દ્વેષની ચીકાશ હોય ત્યાં સુધી જ કર્મના પુદ્ગલો એને ચોંટે છે, શું તમે એમ પૂછવા ઇચ્છો છો કે ‘એ કર્મપુદ્ગલો ક્યાંથી આવીને ચોટે છે?'
સાંભળો, ચૌદ રાજલોકમાં જ્યાં જ્યાં જીવો છે, ત્યાં સર્વત્ર કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ૨હેલાં જ છે. બસ, જીવ વૈષયિક વિચારો કરે, વ્યક્ત કે અવ્યક્ત, તુરત જ કર્મો આત્માને ચોંટે! આત્માના અસંખ્ય પ્રદેશો રાગ-દ્વેષની ચીકાશથી ખરડાયેલા છે! એ કાર્યણવર્ગણાનાં પુદ્દગલો આત્માને ચોંટે તે પછી એ પુદ્ગલો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ આઠ કર્મોરૂપે પરિણમી જાય. અર્થાત્ એ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાંથી કેટલાંક પુદ્ગલો જ્ઞાનાવરણરૂપે બને, કેટલાંક દર્શનાવરણરૂપે બને.... એ રીતે આઠ ભાગમાં વિભાજિત થઈ જાય. જેમ સોનાની લગડી હોય, તેમાંથી થોડુંક સોનું વીંટી રૂપે બની જાય, થોડુંક સોનું હાર રૂપે બની જાય, થોડુંક સોનું બંગડી રૂપે બની જાય... એમ.
હા, બધાં કર્મોમાં સરખા ભાગે એ કાર્યણવર્ગણાનાં પુદ્ગલો ન વહેંચાય.
For Private And Personal Use Only