________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩0.
પ્રશમરતિ કહેવામાં આવે છે. નિર્વાણ થયા પછી નહીં જન્મ કે નહીં મૃત્યુ. જ્યાં સુધી આત્મા કાયાના બંધનમાં જકડાયેલો હોય ત્યાં સુધી જ જન્મ અને મૃત્યુ થાય છે. કાયાનું બંધન સર્વથા તૂટી ગયા પછી અજર અને અમર બની જાય છે આત્મા. | સર્વે કર્મોનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. ક્યારેય નાશ ન. પામે તેવા અનન્ત ગુણો પ્રગટી જાય આત્મામાં. ગુણોનું જ જીવન! પૂર્ણાનન્દી જીવન! અનંત અવ્યાબાધ સુખનું જીવન!
એક પછી એક.... સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરાવનાર “વિનય' છે, ગુરુમુખ તત્ત્વ-શ્રવણ, આગમજ્ઞાન, સર્વપાપોથી વિરતિ, આશ્રવનો નિરોધ, તપશક્તિ, કર્મનિર્જરા, ક્રિયાનિવૃત્તિ, યોગનિરોધ, ભવપરંપરાનો અત્ત. આ બધાં કલ્યાણોનું ભાજન છે વિનય.
માપતુષ મુનિ, જેમને બે પદ પણ યાદ નહોતાં રહી શકતાં, તેમને કેવળજ્ઞાન મળી ગયું હતું, એ જાણો છો ને? શું હતું એમની પાસે? એક માત્ર વિનય બાર બાર વર્ષ સુધી ગુરુદેવે એ મુનિને “ના રુષ, મા તુષ બે પદ રટાળે રાખ્યાં.. ભૂલ સુધારતા રહ્યા..... છતાં એ મુનિ કંટાળ્યા નહીં. વારંવાર ભૂલ સુધારનારા ગુરુ પ્રત્યે અરુચિ કે રોષ કર્યો નહીં. “મને યાદ નથી રહેતું, હું હવે યાદ નહીં કરે. મને વારંવાર ટોકશો નહીં...' આવું સ્પષ્ટ સંભળાવી દેવાના અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલે બે પદ યાદ ન રહ્યાં પરંતુ સમગ્ર આગમગ્રન્થોનો સાર “રાગ ન કરવો, દ્વેષ ન કરવો.' આ ભાવાત્મક જ્ઞાન તેમને ગુરુદેવ પાસેથી એવું મળેલું હતું કે એ મુનિએ ક્યારેય હેપ ન કયાં,
ક્યારેય રાગ ન કર્યો! પાપોથી તેઓ વિરામ પામ્યા. આશ્રવઢારોને બંધ કર્યા. તપ:શક્તિ પ્રગટી, કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા.... અને તે મહામુનિએ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી લીધું અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષને પામ્યા. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિ એમને કોણે કરાવી? વિનયે!
ગુરુતત્વની આરાધના વિનયથી જ થાય છે. વિનયવંત શિષ્ય જ ગુરુના ચિત્તને રીઝવીને આગમજ્ઞાન મેળવી શકે છે. જો તમારે નિઃશ્રેયસ-પદના ભોમિયા ગુરુભગવંતોનો સાથ, સહયોગ લેવો છે, તો તમારે સુવિનીત બનવું પડશે. ગૌરવવંતા ગુરુદેવ પ્રત્યે આંતર બહુમાન જઈશ જ. એમની શરણાગતિ તમારે સ્વીકારવી જ પડશે. તેઓનાં પાવન ચરણે તમારું સર્વસ્વ સમર્પણ કરી દેવું પડશે. તમારે તમારી સમગ્ર જાત એ પરમોપકારીના ચરણે ધરી દેવી પડશે.
For Private And Personal Use Only