________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
190
પ્રશમરતિ સાધકને ખ્યાલ પણ નથી આવતો કે એ એક લોહજાળમાં.....મદજાળમાં ફસાયો છે!
આત્મહિતની સાધનાના માર્ગે ચાલનારા મહાત્મા આ મસ્થાનોને ઉલ્લંઘી જાય છે અને આત્મગુણોની ઉપલબ્ધિ કરી નિઃશ્રેયસપદને પામે છે.
વૈરાગ્યનાં કારણો देशकुलदेहविज्ञानायुर्वलभोगभूतिषम्यम् । दृष्टवा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।।१०२।। અર્થ : દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાનોને આ નરકાદિરૂપ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થાય? વિવેચન : શું તમે વિદ્વાનું છો?
શું તમે પ્રજ્ઞાવંત છો? જો તમારી પાસે પુનિત પ્રજ્ઞા છે, નિર્મળ બુદ્ધિ છે, તો તમે આ સંસારની અપાર વિષમતાઓ જાણી હશે. અપાર....અનંત વિષમતાઓથી ઠસોઠસ ભરેલો છે આ સંસાર! પછી ભલે, એ દેવોનો સંસાર હોય, મનુષ્યોનો સંસાર હોય, પશુ-પક્ષીઓનો કે નારકોનો સંસાર હોય. સંસાર એટલે વિષમતા!
મનુષ્યની પ્રજ્ઞા જ્યાં વિષમતાનાં દર્શન કરે છે, ત્યાં મનુષ્યનું મન પ્રીતિના તાર નથી બાંધતું! અજાણતાં પ્રીતના માંડવા મંડાઈ ગયા હોય છે તો તે તૂટ જ પડે છે.....જરાય વાર લાગતી નથી. અહીં ગ્રન્થકાર મહર્ષિ મનુષ્યને સંસારની અનેક વિષમતાઓનું સ્પષ્ટ દર્શન કરાવે છે, જો મનુષ્યની પાસે નિર્મળ બદ્ધિ હોય તો તે વિષમતાઓનું મર્મગ્રાહી દર્શન કરી શકશે અને તેની પ્રીતિના પ્રવાહનું વહેણ બદલાઈ જશે!
૧. દેશની વિષમતા : વિશ્વના દેશો....પ્રદેશો એકસમાન નથી, એક દેશ ધન, ધાન્ય અને સરોવરોથી છલકાતો....મલકાતો રમણીય દેશ છે, તો બીજો દેશ દુષ્કાળ..નિર્ધનતા અને પથરાઓથી ઘેરાયેલો.... છવાયેલો દુખપૂર્ણ દેશ છે! કોઈ દેશમાં શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમાળ પ્રજા જીવનને આનંદથી માણે છે, તો કોઈ દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેર-વિરોધની ભડભડતી આગમાં સળગે છે....કેવી વિષમતા છે ધરતીના જુદા જુદા વિભાગોમાં!
રાજસ્થાન જો કાશ્મીરને જોઈ લે તો? ઓરિસ્સાની ગરીબાઈ જો ગુજરાતની શ્રીમંતાઈ જોઈ જાય તો? ક્યાં આફ્રિકા અને ક્યાં સ્વીટ્ઝરલેંડ? ક્યાં વિયેટનામ અને ક્યાં જર્મની અને જાપાન દેશ દેશ વચ્ચે કેવી વિષમતાઓ છે? અને
For Private And Personal Use Only