________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ત્રાસ છે અને સંસારમાં પરિભ્રમણ છે. આત્મા શરીરના બંધનમાંથી મુક્ત થયો, કે વિજેતા બન્યો! રાગ-દ્વેષનો સંહાર કરી સાચો વિજેતા બની જાય.
પાંચ મહાવ્રતોની અને દસ પ્રકારના શ્રમણધર્મની સાધના માટે જોઈએ દૃઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ. તે મનોબળ અને આત્મશક્તિ પ્રગટે છે શ્રીનવપદની ઉપાસનામાંથી! નવપદના ધ્યાનમાંથી! અરિહંતાદિ નવપદ અખૂટઅનંત શક્તિનો શાશ્વતુ ભંડાર છે... જાપ અને ધ્યાનની ઉપાસનાના માધ્યમથી ઉપાસક એ ભંડારમાંથી પર્યાપ્ત શક્તિ પ્રાપ્ત કરી શકે છે.
રાગ-દ્વેષના વિજેતાની જય બોલ્યા એટલે રાગ-દ્વેષને કટ્ટર દુશમન માન્યા! રાગ-દ્વેષના વિજેતાનો સદૈવ અને સર્વત્ર જય ઇચ્છુક્યો એટલે રાગ-દ્વેષ સામે ખુલ્લું યુદ્ધ પોકાર્યું! સંસારના મુમુક્ષુ જીવોને આ યુદ્ધમાં ઉતારી તેમને વિજયી બનાવવા માટે તો આ કરુણાવંત આચાર્ય આ ગ્રંથની રચના કરવા ચાહે છે! અને આ રચનાનું અતિ મહત્ત્વપૂર્ણ કાર્ય કોઈ વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે તેઓ જિનેશ્વરોને ભાવવંદના કરીને મંગલ કરે છે!
આ તો ગ્રંથકારે આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ચોવીસ તીર્થંકર ભગવંતોની ભાવ-સ્મૃતિ કરી, હવે તેઓ સર્વકાલના ને સર્વક્ષેત્રના જિનેશ્વરોનેપાંચેય પરમેષ્ઠિભગવંતોને પ્રણિપાત કરે છે :
પરમેષ્ઠિ વંદના : ગ્રંથuથોજન जिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च ।
प्रशमरतिस्थैर्यार्थं वक्ष्ये जिनशासनात् किञ्चित् ।।२।। અર્થ : જિન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમન કરીને પ્રશમ (વૈરાગ્ય) માં પ્રતિભાવની નિશ્ચલતા માટે (પ્રશમની પ્રીતિમાં કેવી રીતે મુમુક્ષુ ભવ્ય જીવ સ્થિર થાય તે માટે) જિનશાસનમાંથી કંઈક કહીશ. વિવેચન : પ્રશમરસમાં પ્રીતિ
વૈરાગ્યભાવમાં રતિ! એ રતિ, એ પ્રીતિ અલ્પ કાળ માટે નહિ, પરંતુ દીર્ધકાળ માટે જોઈએ. પ્રશમરસની પ્રીતિના તાર કાચા સૂતરના નહીં, પરન્તુ તોડ્યા તૂટે નહીં અને બાળ્યા બળે નહીં તેવા તાંબાના તાર જોઈએ. ગ્રન્થકાર મહામના મહર્ષિ, સંસારના સંતપ્ત આત્માઓને પ્રશમરસ સાથે સુદઢ પ્રીતિ કરાવવા ઇચ્છે છે. તેઓનો આ જ્ઞાનમૂલક સત્ય નિર્ણય છે કે “જીવો પરમ આત્મશાન્તિ અને અક્ષય આત્મસુખનો સુમધુર અનુભવ પ્રશમરસ.. પરમ
For Private And Personal Use Only