________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલ नाभेयाद्या सिद्धार्थराजसूनुचरमाश्चरमदेहाः । पंचनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ।।१।। અર્થ : ચરમશરીરી અને દશ પ્રકારના યતિધર્મને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થ પુત્ર (વર્ધમાનસ્વામી) અંતિમ છે, તેવા પાંચ+નવ+દસ (ચોવીશ) જિન (તીર્થકર, જય પામે છે. વિવેચન : જય બોલો!
ચોવીસ તીર્થંકર ભગવંતોની જય બોલો! રાગ અને દ્વેષના વિજેતાઓની જય બોલો! એકાંતવાદીઓ પર જ્વલંત વિજય મેળવનારા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વરોની જય બોલો! પાંચસો ગ્રન્થોના રચયિતા, જિનશાસનના જ્યોતિર્ધર મહાનુ આચાર્યશ્રી ઉમાસ્વાતિ, ચરમશરીરી જિનેરોની જય પુકારે છે; આપણે પણ રાચી-માચીને ખૂબ હર્ષથી જય બોલીએ.
ગ્રન્થકારે હર્ષવિભોર બનીને ચોવીસ તીર્થકરોને ભાવવંદના કરી છે, જિનેશ્વરી પ્રત્યે હાર્દિક શ્રદ્ધા અભિવ્યક્ત કરી છે. દુઃખપૂર્ણ અને અનંત યાતનાઓથી ભરપૂર દુર્ગતિઓમાં જીવાત્માઓને ભટકાવનારા રાગ અને દ્રપ પર વિજય પ્રાપ્ત કરનારા અને જીવાત્માઓને વિજય પ્રાપ્ત કરાવવાનો ભગીરથ પુરુષાર્થ કરનારા જિનેશ્વરો પ્રત્યેનો પક્ષપાત પ્રગટ કર્યો છે... મનુષ્ય જેનો જય પુકારે છે, તેના પક્ષના સભ્ય બની જાય છે; તેનાં કાર્યોનો અનુમોદક બની જાય છે.
બહુશ્રુત આચાર્યશ્રીએ મંગલાચાર કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનાવવાના અણમોલ ઉપાયોનો ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધો છે! પ-૯-૧૦ ના સંખ્યાવાચક અંકોમાંથી એ ઉપાયો જડી જાય છે! આ રહ્યા તે ઉપાયો :
પાંચ મહાવ્રતોનું જીવન! નવપદોનું સમ્યગુ આરાધન! દશ પ્રકારના શ્રમણધર્મનું યથાર્થ પાલન પંચમહાવ્રતમય જીવન બની જાય, દશ પ્રકારના શ્રમણધર્મનું સર્વોગ-સુંદર પાલન થઈ જાય અને નવપદોનું હૃદય કમલમાં ધ્યાન રમતું થઈ જાય! બસ, ચરમશરીરી બનતાં વાર નહીં! શરીર અને આત્માનો અંતિમ સંયોગ! જ્યાં સુધી શરીર અને આત્માનો સંયોગ છે, ત્યાં સુધી જ પરાજય છે, રાગ-દ્વેષના ૧-૨-૩ જુએ પરિશિષ્ટ
For Private And Personal Use Only