________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
પ્રશમરતિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે એ આરાધના કરે છે. આન્તર-બાહ્ય કષ્ટને સ્વરેચ્છાપૂર્વક સહે છે. ક્યારેક એના મનમાં એ પ્રશ્ન ઊઠી શકે કે “મારો મોક્ષ ક્યારે થશે? આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા ક્યારે પ્રાપ્ત થશે?'
જ્યારે આ ધરતી પર સદેહ તીર્થંકરો વિચરતા હતા, કેવળજ્ઞાની કે અવધિજ્ઞાની જેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો વિચરતા હતા ત્યારે તો આરાધક આત્માઓનો આ પ્રશન સરલતાથી હલ થઈ જતાં હતાં. જ્ઞાની પુરુષો કહી દેતા હતા કે “તું આટલામાં ભવે મોક્ષ પામીશ.' પરન્તુ વર્તમાનકાળે તો એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો આ ધરતી પર નથી...એવા કાળે કેમ કરીને જાણવું કે “મારો મોક્ષ ક્યારે થશે?”
ગ્રન્થકાર મહર્ષિ આપણને આ પ્રશ્નનો ઉત્તર શોધવાની ઝંઝટમાંથી મુક્ત કરે છે. તેઓ કહે છે :
* તમારી આરાધના ઉત્કૃષ્ટ-નિરતિચાર છે, તમારો આત્મભાવ અત્યંત વિશુદ્ધિને પામે છે, તો તમારે હવે આ સંસારમાં બીજો ભવ કરવાનો રહેતો નથી. જો તમે આગામી ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું નથી તો આ જ ભવમાં તમે મોક્ષદશા પામી શકો છો. અલબત્ત, ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશવાનું સામર્થ્ય જોઈએ.
તમારી આરાધના મધ્યમ કક્ષાની છે, તો હજુ બીજા બે જન્મ લેવા પડશે સંસારમાં! કાં તો એ ભવ મનુષ્યના હોય, કાં તો દેવ અને મનુષ્યના હોય. ત્રીજા ભવે તમારા સંસારપરિભ્રમણનો અંત આવી જશે. કદાચ, ચાર કે પાંચ ભવ પણ થઈ શકે.
છે તમારી આરાધના જઘન્ય કોટિની છે અર્થાત્ અલ્પ પ્રમાણમાં છે. તો પણ આઠ ભવથી વધારે ભવ તમારે કરવાના નથી. હા, એ અલ્પ આરાધના પણ નિરંતર ચાલતી રહેવી જોઈએ. ધીરે ધીરે તે મધ્યમ કક્ષાની બનશે.. ઉત્કૃષ્ટ કક્ષાની બની જશે! તમારા ભવભ્રમણનો અંત આવવાનો જ.
આરાધક મહાત્માનો આદર્શ જઈએ પરમાત્મદશા! ધ્યેય જોઈએ પરમ વિશુદ્ધ આત્મદશા! વર્તમાનકાલીન પુરુષાર્થ જોઈએ કર્મોની નિર્જરા કરવાનો, ભાવાત્મક ધર્મ અને ક્રિયાત્મક ધર્મની અપ્રમત ભાવે આરાધના કરવાનો!
મુનિએ કેવા બનીને કેવા પ્રકારનો ધર્મપુરુષાર્થ કરવાનો છે, તે હવે ગ્રન્થકાર બતાવે છે :
For Private And Personal Use Only