________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધનાનું સ્વરૂપ तासामाराधनतत्परेण तेष्वेव भवति यतितय्यम् ।
यतिना तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन ।।२३४।। અર્થ : સમ્યગદર્શનાદિની આરાધનામાં તત્પર એવા મુનિએ તેમાં જ પ્રયત્ન કરવો જોઈએ. તે માટે જિનભક્તિ, સાધુસંવા, જીવસમાધિ આદિમાં તત્પર રહેવું જોઈએ.
વિવેચન : હે મુનિરાજ! જો તમારે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની કલ્યાણકારિણી આરાધના કરવી છે, આરાધના કરવા તમે તત્પર છો, ઉઘત છો, તો તમારે એ સમ્યગુ દર્શનાદિની આરાધનાનાં વિભિન્ન અંગની આરાધનામાં ઉજમાળ રહેવું જોઈએ.
૧. તમારે ઉચિત કાળે પરમાત્મા જિનેશ્વર ભગવંતના મંદિરમાં જવું જોઈએ. પાવનકારી જિનપ્રતિમાનાં પ્રફુલ્લ નયને દર્શન કરવાં જોઈએ. મધુર સ્વરે ગુણ-સ્તવના કરવી જોઈએ. જિનપ્રતિમામાં.. જિનધ્યાનમાં એવા લીન થવું જોઈએ કે સાક્ષાત્ જિનનાં દર્શન થાય! અને એમ કરતાં કરતાં તમે સ્વયં જિન” બની જાઓ!
૨. તમે વિહાર કરતાં કરતાં. કોઈ તીર્થભૂમિમાં પહોંચી જાઓ, તીર્થકર ભગવંતોની કલ્યાણક ભૂમિ પર પહોંચી જાઓ. તો વિશેષરૂપે જિનભક્તિ કરો .
૩. નયનરમ્ય જિનપ્રતિમાઓ બનાવવાનો ગૃહસ્થોને ઉપદેશ આપજો, ભવ્ય જિનમંદિરના નિર્માણની પ્રેરણા આપજો, જિનપ્રતિમાઓને જિનગૃહોમાં પ્રતિષ્ઠિત કરવાના વિશિષ્ટ લાભોનું વર્ણન કરજો. પ્રજાને જિનભક્તિમાં પ્રવૃત્ત કરવા ખૂબ જ ઉદ્યમશીલ બનજો...આ બધી આરાધના તમારા સમ્યગદર્શન ગુણને વિશેષ ઉજ્વલ કરશે, વિશેષ દૃઢ કરશે.
૪. સાધુસવાનો મહાન ધર્મ ચૂકશો નહીં. બાલ, વૃદ્ધ, શ્વાન અને પ્રાપૂર્ણક સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપજો. જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરજો .
દર્શન-જ્ઞાન અને ચારિત્રના ગુણોથી અલંકૃત સાધુપુરુષોની સેવા કરવાથી તમારામાં એ ગુણો આવશે. આવેલા ગુણ વિશેષ ઉવલ બનશે, વૃદ્ધિ પામશે.
For Private And Personal Use Only