________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૪૧૮
સાધુસવાના ગુણને અખંડ રાખવા માટે તમારે ગુણદ્રષ્ટા બનવું પડશે. દરેક સાધુપુરુષના ગુણો જ જોવા પડશે. છબસ્થ આત્માઓમાં દોષો તો રહેવાના જ, છતાં દોષો જોવાના નથી, કારણ કે દોષદર્શન સભાવનો ઘાત કરે છે, દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે. - જિનભક્તિ અને સાધુસેવા-આ બે પ્રકારની આરાધનામાં નિરંતર ઉદ્યમશીલ બન્યા રહેવાથી સમ્યગ્દર્શનાદિની આરાધના સહજ બની જશે. આરાધનામાં આંતરઉત્સાહ બન્યો રહેશે, આંતરવીય ઉલ્લસિત બનશે.
મોક્ષમાર્ગની આરાધના કરનાર મહાત્માઓ કેવા હોય છે અને એમનું આંતરસુખ કેવું અનુપમ હોય છે, એનું યથાર્થ વર્ણન ગ્રન્થકાર સ્વયં હવે કરે છે.
સાધુ અંધ-મૂક-બધિર स्वगुणांभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकवधिरस्य । मदमदनमोहमत्सररोषविषादैरधृष्यस्य ।।२३५।।
प्रशमाव्यावाधसुखाभिकांक्षिण: सस्थितस्य सद्धर्मे। तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ।।२३६ ।। અર્થ : જેની મતિ આત્મગુણોના અભ્યાસમાં નિરત છે, જે બીજાઓની વાતોમાં આંધળો, મુંગ અને બહેરો છે, જે ગર્વ, કામ, મોહ, મત્સર, રીય અને વિષાદથી અભિભૂત નથી.
જે પ્રશમ સુખ અને અવ્યાબાધ સુખની ઇચ્છુક છે, જે સદ્ધર્મમાં દઢ છે, એવા આરાધકને, દેવ-મનુષ્યના આ લોકમાં કોની ઉપમા આપી શકાય?
વિવેન : જ્યારે વિપયિક સુખોની ઇચ્છાઓ શાન્ત થઈ જાય છે ત્યારે અંતરાત્માના પ્રશમસુખની અભિકાંક્ષા પ્રગટ થાય છે. વૈષયિક સુખોની પાછળ દોડી દોડીને થાકી ગયેલો જીવાત્મા પ્રશમ સુખના સહકારવૃક્ષની છાયા શોધે છે.
જેમ જેમ એ પ્રશમસુખનો આંશિક આસ્વાદ માણે છે તેમ તેમ પૂર્ણ અવ્યાબાધ આત્મસુખની અભિલાષામાં બંધાતો જાય છે. એ પૂર્ણ સુખને પામવાના માર્ગને શોધે છે અને એને સંયમનો-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પ્રશસ્ત માર્ગ જડી જાય છે...એક પળનોય વિલંબ કર્યા વિના એ માર્ગ પર ચાલી પડે છે. સંયમના સમ્યગુ માર્ગ પર અવિચળ શ્રદ્ધા સ્થાપિત કરે છે. ક્ષમા-નમ્રતા આદિ દશવિધ મુનિધર્મનું જાગ્રત રહીને પાલન કરે છે. પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ ક્રિયાત્મક
For Private And Personal Use Only