________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોની સંખ્યા અને કર્તુત્વ
૩૭૧ અઢી દ્વીપની વિશેષ જાણકારી માટે “ક્ષેત્ર સમાસ', “બૃહત્સંગ્રહણી' અને ‘લોકપ્રકાશ' ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ.
પ્રશ્ન : “એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.” એમ કહેવામાં આવ્યું, તે કઈ અપેક્ષાએ?
ઉત્તર : “કેવલિ-સમુદ્દઘાતની વિશિષ્ટ ક્રિયામાં જીવ લોકવ્યાપી બને છે. કેવલિસમુદ્યાત'નું વિસ્તૃત વર્ણન આ જ ગ્રન્થમાં કારિકા ર૭૪ થી ૨૭૭માં કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ક્રિયા કેવળજ્ઞાની આત્માઓ જ કરતા હોય છે. આયુષ્ય ઓછું હોય અને વેદનીય વગેરે કર્મોની સ્થિતિ વધારે હોય ત્યારે, એ સ્થિતિને આયુષ્યની સ્થિતિ જેટલી કરવા માટે આ સમુદ્ઘાત કરવામાં આવે છે. એ ક્રિયા દરમિયાન આત્માના પ્રદેશો સમગ્ર લોકમાં ફેલાય છે. આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે, એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.'
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ ચાર દ્રવ્યો ‘લોકમાં જ હોય અને લોકમાં સર્વત્ર હોય માટે લોકવ્યાપી' કહ્યાં છે.
છ દ્રવ્યોની સંખ્યા અને કર્તવ धर्माधर्माकाशानि एकैकमतः परं त्रिकमनन्तम्।
कालं विनास्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।।२२४ ।। અર્થ : ધર્મ, અધર્મ અને આકાશ એક-એક છે. બાકીનાં ત્રણ દ્રવ્ય અનન્સ છે. કાળ વિના પાંચ દ્રવ્ય અસ્તિકાય છે, અને જીવ સિવાયનાં દ્રવ્યો અકર્તા છે. (માત્ર જીવ જ કર્તા છે.)
વિવેવન : સમગ્ર લોકમાં, ધર્માસ્તિકાય એક જ છે, અધર્માસ્તિકાય એક જ છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણ દ્રવ્યો એક-એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે. જ્યારે જીવાસ્તિકાય, પલાસ્તિકાય અને કાળ-આ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે! જીવો અનન્ત છે, પગલો અનન્ત છે અને કાળ અનન્ત છે. પ્રશ્ન : કાળ દ્રવ્ય અનન્ત કેવી રીતે? ઉત્તર : ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનન્ત છે, ભૂતકાળ અનન્ત વીત્યો છે અને ભવિષ્યકાળ અનન્ત ઊભો છે! વર્તમાનકાળ તો એક સમયનો જ હોય છે.
For Private And Personal Use Only