________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત બનો
૧૧૩
તમારે વિનયની અને પ્રશમની આરાધના કરવી જ રહી. ધર્મનું મૂળ વિનય છે. ‘વિળયમૂનો ધો.' આર્યસંસ્કૃતિનો પાયો વિનય છે.
न तथा सुमहारपि वस्त्राभरणैरलंकृतो भाति । श्रुतशीलमूलनिकष विनीतविनयो यथा भाति ||६८ ।।
અર્થ : ખૂબ કીમતી એવાં વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત (મનુષ્ય) એવો નથી શોભતાં, જેવાં શ્રુત અને શીલતા નિકપ (કસોટીનો પાપાણ) રૂપ વિશિષ્ટ વિનયવાળો (મનુષ્ય) શોભે છે.
વિવેચન : તમારા શ્રુતજ્ઞાનને અને તમારા ચારિત્રને તમે વિનયધર્મના કસોટી-પાષાણ ઉપર ચકાસી જોયું છે? સોનું સાચું છે કે ખોટું, એનો નિર્ણય કસોટીના પાષાણ ઉપર થાય છે ને? તેમ શ્રુતજ્ઞાન ખરેખર સમ્યજ્ઞાન છે કે કેમ, તેનો નિર્ણય વિનયના પાષાણ ઉપર થાય છે. ચારિત્ર ખરેખર સમ્યકૂચારિત્ર છે કે કેમ, તેનો નિર્ણય વિનયના પાષાણ ઉપર થાય છે! જો તમે વિનીત છો તો તમે જ્ઞાની છો, જો તમે વિનીત છો, તો ચારિત્રવંત છો!
ભલે તમે ઘણા ગ્રન્થોનું અધ્યયન કર્યું હોય અને નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હો, પરંતુ જો તમે વિનયધર્મનું પાલન નથી કરતા તો તમે જ્ઞાની નથી, તમે ચારિત્રી નથી! ભણેલા હોવા છતાં મૂર્ખ છો. ચારિત્રધર્મની ક્રિયાઓ કરવા છતાં અચારિત્રી છો. હા, આ વાત કદાચ તમને કડવી લાગશે, કદાચ અતિશયોક્તિ ભરેલી લાગશે, પરંતુ એમ નથી. કડવી હોવા છતાં પથ્ય છે, અતિશયોક્તિ વિનાની છે, તમે ઊંડાણમાં જઈને વિચારશો તો આ કથન યથાર્થ લાગશે.
વિનયના કસોટીપાષાણ ઉપર જેમનું જ્ઞાન અને ચારિત્ર સાચું અને શુદ્ધ ઠરે છે, તેવા સુવિનીત આત્માઓની દિવ્ય શોભા આગળ મૂલ્યવાન વસ્ત્રો અને મૂલ્યવાન આભૂષણોથી અલંકૃત પુરુષ પણ ફિક્કો લાગે છે, શોભાવિહીન લાગે છે. ભલે મનુષ્ય નિત નવી ફેશનનાં કપડાં પહેરીને, નિત નવી ડીઝાઈનના અલંકારો સજીને સુંદર દેખાવા ધમપછાડા કરે, જો એ વિનીત નથી, વિનમ્ર નથી તો એ શોભતો નથી. જ્યારે, સાદાં અને સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરનાર, ભલે એકેય આભૂષણ એના શરીર ઉપર ન હોય, પરંતુ જો એ વિનીત છે, તો એ શોભે છે, જનમનને મોહી લે છે. એક સત્ય સમજી લેવું જોઈએ કે સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો લોકોની આંખોને હજુ આકર્ષી શકશે, પરંતુ લોકોના મનને તો તમારા વિનયમૂલક ગુણો જ આકર્ષી શકશે. એ આકર્ષણ
For Private And Personal Use Only