________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રાધ્યયન
૩૩૩ શાસ્ત્રાધ્યયન-અધ્યાપન-ચિંતન-મનન અને કથનની પ્રવૃત્તિમાં ડૂબેલા રહો. સાથે રહેનારાઆં શું કરે છે અને કેવા છે એ જાણવા જોવાનું નહીં બને!
બીજાઓને સુધારવા માટે જો જીવતા હો તો પછી તમારા માટે આધ્યાત્મિક માર્ગની સફર નથી!
શાઆધ્યયન शास्त्रध्ययने चाध्यापने च संचिंतने तथात्मनि च ।
धर्मकथने च सततं यत्नः सर्वात्मना कार्यः ।।१८५।। અર્થ : શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન-ચિંતનમાં તથા આત્મ-ચિંતનમાં અને ધર્મકથા કરવામાં મન-વચન-કાયાથી સતત પ્રયત્ન કરવો જોઈએ.
વિવેચન : “વિશુદ્ધ ધ્યાનમાં અમારે મનને કેવી રીતે જોડેલું રાખવું ?” આ પ્રનના જવાબ ગ્રન્થકાર સ્વયં જ આપે છે.
તમે શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ! આ દુનિયામાં રહેવા છતાં દુનિયાની ભીડમાંથી નીકળી જાઓ. રાગી અને કંપી એવા ચેપી રોગી જીવોના સંપર્કમાં રહેવાનું ત્યજી દો. તમારી દુનિયા જોઈએ શાસ્ત્રોની! ધર્મગ્રન્થોની! હા, ધર્મશાસ્ત્રોની પણ એક વિશાળ દુનિયા છે. સુંદર અને સ-રસ છે એ દુનિયા!
અલબત્ત, નવી દુનિયામાં પ્રવેશ, થોડા સમય માટે રોમાંચક અને ચટપટો લાગે ખરો, પણ કાળક્રમે ફાવી જાય છે અને રસાનુભૂતિ થતી રહે છે. આ દુનિયામાં શાસ્ત્રવેત્તાઓ દિવસ-રાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા રહે છે. તેઓનાં હૃદયમાં વાત્સલ્ય અને કરુણાના ઉચ્ચતમ્ ભાવો ભરેલા હોય છે અને અધ્યયન કરનારાઓનાં હૃદયમાં ભક્તિ-વિનય અને વિવેકના ભાવો રમતા હોય છે. ગુરુ-શિષ્યના આ સંબંધો એવા લોકોત્તર સંબંધો હોય છે કે ત્યાં કોઈ સ્વાર્થની ખેંચાખેંચી નથી હોતી કે ગુણ-દોપના ઝગડા નથી હોતા! વાણી-વ્યવહાર એવા મીઠો અને સાચો હોય છે કે ક્યારેય કોઈન ઉચાટ કે ઉગ જ ન થાય.
“મારે વૈરાગ્યમાર્ગ પર ચાલતા રહેવું છે અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે', આ ધ્યેયને અનુસરતા તમે શાસ્ત્રોનું અભિનવ અધ્યયન કરતા રહો. જે શાસ્ત્રોનું તમે અધ્યયન-મનન-ચિંતન કર્યું હોય તે શાસ્ત્રો તમે બીજાઓને ભણાવતા રહો. તમારા સહયાત્રીઓને તમારું શાસ્ત્રજ્ઞાન આપતા રહો.
For Private And Personal Use Only