________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪.
પ્રશમરતિ અધ્યયન કરતાં જેમ ખેદ, ઉદ્વેગ કે ઉતાવળ ન કરવી જોઈએ તેમ અધ્યાપન કરાવતાં પણ થાકવું ન જોઈએ કે રોપાયમાન ન થવું જોઈએ. કારણ કે અધ્યાત્મમાર્ગે ચાલનારાઓ બધા જ સૂક્ષ્મ પ્રજ્ઞાન ધરાવનારા ન હોય. કોઈ અલ્પ સ્મરણશક્તિવાળા પણ હોય, કોઈ અલ્પ શાસ્ત્રજ્ઞાન લેનારા પણ હોય..તે સહુના પ્રત્યે તમારું વાત્સલ્ય, તમારી કરુણ નિરંતર વહેતી રાખવાની છે.
શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાન્તપ્રશાન્ત રાખવી જોઈએ. વૈચારિક ઉગ્રતા ત્યજવી જોઈએ. દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ, એ ચિત્તન-મનનના પરિપાકરૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય તે અર્થબોધ, જિજ્ઞાસુઓની યોગ્યતા અને પાત્રતા મુજબ બીજા સાધકોને આપવો જોઈએ,
શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. અર્થાતું, માત્ર વિદ્વત્તા માટે શાસ્ત્રાધ્યયન નથી કરવાનું, શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે. એમ વિચારતા રહેવાનું છે કે, “આજના દિવસમાં મેં શાસ્ત્રોની આજ્ઞા મુજબ કેટલું જીવન જીવ્યું અને શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન કેટલું કર્યું.”
મનથી શાસ્ત્રોની સ્મૃતિ અને ચિંતન-મનન કર. વચનથી એ ધર્મશાસ્ત્રોનો ઉપદેશ આપ. જ કાયાથી એ ધર્મશાસ્ત્રો લખો અને જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરો. આજે વર્તમાનકાળે આપણને જે ધર્મગ્રન્થો પ્રાપ્ત થયેલા છે, તે ધર્મગ્રન્થો આ જ રીતે પ્રાપ્ત થયેલા છે. મહાપુરુષએ જીવનપર્યત શાસ્ત્રોનું અધ્યયનપરિશીલન કર્યું અને એ અનુચિંતનને ટીકાના રૂપે, ભાષ્યના રૂપે કે નિયુક્તિના રૂપે લખ્યું...આ ક્રમ ચાલતો રહ્યો છે. આ પરંપરામાં આપણે પણ ગોઠવાઈ જવાનું છે. આ ક્ષેત્રમાં જ આપણને જ્ઞાનાનન્દ પ્રાપ્ત થઈ શકે એમ છે.
શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારાઓ સ્વયં ભ્રમણાઓમાં રાચે છે અને બીજા સરળ અને ભદ્રિક જીવોને ભ્રમણાઓમાં પટકી દે છે. પોતાના રચેલા ધર્મગ્રન્થોનો પ્રચાર કરવા, પ્રાચીન ધાર્મિકઆધ્યાત્મિક ધર્મગ્રન્થોની નિંદા કરે છે અને “આ શાસ્ત્રો ન ભણવાં જોઈએ.” એવા પ્રલાપ કરે છે. શાસ્ત્રજ્ઞાન વિના આત્માનુભૂતિ શક્ય જ નથી.
શાસ્ત્રોના-શાસ્ત્રોક્ત તત્ત્વોના સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી ક્યારેક આત્માનુભૂતિ થઈ જતી હોય છે અને તે આત્માનુભૂતિ સાચી હોય છે. દંભ અને દર્પથી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ કર્યા વિના ન રહે.
For Private And Personal Use Only