________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
પ્રશમરતિ ક્રોધમાં ભાન ભૂલીને જો વૈરની ગાંઠ બાંધી લીધી તો સર્વનાશ થયો સમજો. આ જાણવા છતાં જો તમે ક્રોધને ત્યજી શકતા નથી તો જીવન હારી ગયા સમજો; ભલે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરતી હોય અને ક્રોધનાં ક્ષણિક રૂડાં પરિણામ બતાવતી હોય, પરંતુ એનાં પ્રત્યક્ષ અને પરોક્ષ પરિણામો ખતરનાક જ છે.
અરે, બીજાઓને સુધારવા માટે કે બગડતાઓને રોકવા માટે પણ ક્રોધથી ચિત્તને મેલું કરશો નહીં. સ્વયં બગડીને બીજાઓને સુધારવાનો ઉપદેશ તીર્થંકર ભગવંતોએ આપ્યો નથી!
માનનું પરિણામ श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् ।।२७।। અર્થ : શ્રુત, શીલ અને વિનયને દૂષિત કરનાર, ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થમાં વિન કરનાર એવા માનને કયો, વિદ્વાન પુરુષ એક ક્ષણ પણ પોતાના આત્મામાં સ્થાન આપે?
વિવેચન : જો તમે જ્ઞાની છો, શાસ્ત્રજ્ઞ છો, તો તમારે ગર્વ ન કરવો જોઈએ. દુનિયા જ્ઞાની પાસેથી નમ્રતાની અપેક્ષા રાખે છે. પ્રજા શાસ્ત્રજ્ઞ પાસેથી વિનમ્રતાની આશા રાખે છે. શિષ્ટ પુરુષો, ડાહ્યા માણસો તમને નમ્રતાની મૂર્તિરૂપે જોવા ઈચ્છતા હોય છે..... અને જો તમે ગર્વ કરશો તો કલંકિત બનશે. લોકો કહેશે : “આ તે જ્ઞાની છે? જ્ઞાની થઈને ગર્વિષ્ઠ? જ્ઞાનથી તો ગર્વનો ત્યાગ કરવો જોઈએ, તેના બદલે જ્ઞાનથી જ અભિમાન?'
આમ ગર્વિષ્ઠ જ્ઞાની, જ્ઞાનને કલંકિત કરે છે અને સ્વયં કલંકિત થાય છે. જનમાનસમાં જ્ઞાનીની પ્રતિભા ઝંખવાય છે. જ્ઞાનનું મહત્ત્વ ઘટી જાય છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જ્ઞાનનું જે ફળ મળવું જોઈએ, તે મળતું ન દેખાય એટલે જ્ઞાનનું મૂલ્યાંકન ઘટી જ જાય.
તમે શીલવાન છો? “શીલ” એટલે જિનશાસનની પવિત્ર ધર્મક્રિયાઓ. તમે શીલની મહત્તા, શીલની પ્રતિભા વધારવા ચાહો છો? તો તમે અભિમાન ત્યજી દો. અભિમાનમાંથી જન્મતો અવિનય “શીલ' ને દૂષિત કરે છે. આ શાનો શીલવાન? આવું શીલ શું કરવાનું? શીલવાન પુરુ૫ શું અવિનીત હોય? ઉદ્ધત હોય? ભલે પછી ઉચ્ચકોટિની ધર્મક્રિયાઓ કરતા હો, ભલે શાસ્ત્રાનુસારી ઘર્માનુષ્ઠાનો કરતા હો, તમારું અભિમાન એ જિનભાષિત ધર્મક્રિયાઓ તરફ
For Private And Personal Use Only