________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
માનનું પરિણામ અન્ય જીવોમાં નફરત પેદા કરશે. તમારું અભિમાન એ પવિત્ર ધર્મક્રિયાઓ પ્રત્યે બીજા જીવોના હૃદયમાં બહુમાન ઉત્પન્ન નહીં થવા દે.
અભિમાની મનુષ્યમાં વિનય તો હોય જ નહીં. વિનયરહિત મનુષ્ય જનહદયમાં આદરભર્યું સ્થાન પામી શકતો નથી.
તમારી શું એવી ધારણા છે કે અભિમાની બનીને તમે ધર્મની કલ્યાણકારી આરાધના કરી શકશ? તમે શું એવી કલ્પનામાં રાચો છો કે ગર્વિષ્ઠ બનીને તમે ધનવાન બની શકશો? તમે શું એવી ઇચ્છા રાખો છો કે અભિમાની એવા તમે રૂપવતી-લાવણ્યમયી લલનાઓનું ભોગસુખ માણી શકશો?
ભ્રમણાઓમાં ન અટવાઈ જાઓ. આ બધી નરી ભ્રમણા જ છે, બીજું કંઈ નથી. તમે જાણો છો કે ધર્મનું મુળ વિનય છે? વિગતે મૂરિ ધો. વિનય નહીં તો ધર્મ નહીં. મૂળ વિના વળી વૃક્ષ કેવું? અને અભિમાનીમાં વિનય કેવો? અભિમાન વિનયનો ઘાતક છે. વિનય નહીં તો ધર્મ નહીં
અર્થોપાર્જન કરવામાં અભિમાની મનુષ્ય સફળ બને ખરા? ધનવાન પુપાને અભિમાની મનુષ્ય અપ્રિય હોય છે; વિનમ્ર અને વિનીત માણસ જ પ્રીતિપાત્ર બને છે, જે શ્રીમંતોના પ્રીતિપાત્ર બને છે તેઓ સરળતાથી અર્થોપાર્જન કરતા દેખાય છે.
અરે, વેશ્યાઓ પણ અભિમાની પુરુષને પસંદ કરતી નથી! ઘરની સ્ત્રી પણ અભિમાની પુરુષને ચાહતી નથી! વિનમ્ર અને વિનીત જે ભોગ-સુખ પ્રાપ્ત કરે છે તે અભિમાની પ્રાપ્ત કરી શકતો નથી.
જીવનમાં પછી શેષ શું રહ્યું? ધર્મ નહીં; ધન નહીં, ભાંગસુખ નહીં! અભિમાની મનુષ્યના જીવનમાં ગર્વની ગરમી સિવાય, બીજું કંઈ નહીં. પછી અભિમાન શા માટે કરવું? જો તમે બુદ્ધિમાન છ, પ્રજ્ઞાવંત છો, ગુણ-દોષનો વિવેક કરનારા છો, તો એક ક્ષણ પણ તમે અભિમાન ન જ કરાં.
જો તમે વિનમ્ર અને વિનીત બન્યા રહેશો તો તમારું જ્ઞાન બીજા જીવોના હૃદયમાં જ્ઞાનનો મહિમા વધારશે; જ્ઞાની પુરુષોનું સન્માન ઉત્પન્ન કરશે, તમારી પવિત્ર ધર્મક્રિયાઓનું ગૌરવ વધારશે, તમારી વિનમ્રતા તમને ધર્માત્મા બનાવશે, અર્થોપાર્જનમાં સહાયક બનશે, ભોગસુખોની પ્રાપ્તિ કરાવશે.
માટે ગર્વ ત્યજી દો, અભિમાન ત્યજી દો. ચાહે સન્માન મળાં, ચાહે અપમાન થાઓ-અભિમાનને આત્મમંદિરમાં પ્રવેશવા જ ન દો. જેનાથી કોઈ લાભ નહીં, કોઈ હિત નહીં, તેનો સહારો શા માટે લેવો?
For Private And Personal Use Only