________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રોધનું પરિણામ
માટે તો ક્રોધી મનુષ્યને મિત્રો હોતા નથી. ક્રોધી કોઈનો મિત્ર હોતો નથી. કોણ એની સાથે મિત્રતા રાખે? ક્રોધીને કોઈ ચાહનારા હોતા નથી. ક્રોધી કોઈને ચાહતો નથી... કોણ એને ચાહે? ક્રોધી મનુષ્ય પોતાના પરિવારને હંમેશાં સંતાપકારી હોય છે. મિત્રોને પરિતાપ ઉપજાવનાર હોય છે..... શેરીમાં, મહોલ્લામાં અને ગામમાં...... સર્વત્ર એ બીજાઓને પરેશાન કરતો હોય છે.
ક્રોધી મનુષ્યની આસપાસ ઉદ્વેગપૂર્ણ વાતાવરણ હોય છે. સહુનાં મન ભારે ભારે રહે છે. જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યાં સુધી ઘરના માણસોનાં મન ઉદ્વિગ્ન રહેવાનાં. જ્યાં સુધી એ દુકાનમાં હોય ત્યાં સુધી દુકાનના માણસોનાં મન અશાન્ત રહેવાનાં...... ક્રોધી સ્વયં સુખી હોય નહીં, બીજાઓને સુખી કરે નહીં, પરંતુ દુઃખી કરે.
ક્રોધમાંથી જન્મે છે વેરી એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ કરવાની વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ તો “કેન્સરની ગાંઠ કરતાં પણ ભયંકર હોય છે. “કેન્સરની ગાંઠ તો એક વખત પ્રાણ લે, વેરની ગાંઠ ભવોભવ પ્રાણ લે છે...
સમરાદિત્યવળી ચરિત્રના અગ્નિશમન તમે જાણો છો ને? જ્યાં ગુણર્સન રાજા તરફ એના હૃદયમાં ક્રોધ જો , ત્યાં વેરની ગાંઠ બંધાઈ ગઈ. નવ-નવ ભવ સુધી એ વૈરની ગાંઠે દુઃખ દીધાં.... વૈર બાંધીને શું સુખ લીધાં?
ક્રોધી મોક્ષમાર્ગ પર ન ચાલી શકે. મોક્ષમાર્ગ તો છે શમસાગરનો. શમસાગરને ક્રોધી કેવી રીતે પાર કરી શકે? તીવ્ર કૌધી ક્ષમાદિ ધર્મોની આરાધના કરવા સમર્થ બની જ ન શકે. એ તો હિંસાદિ પાપોને આચરતો દુર્ગતિના પનારે જ પડી જાય. તમે પેલા સુભમ ચક્રવર્તીનું નરકમાં થયેલું પતન નથી સાંભળ્યું? પરશુરામની અધોગતિ નથી જાણી?
મોક્ષપ્રાપ્તિ તો એ જ કરી શકે કે જેનામાં સમતાનું સામર્થ્ય હોય; જેનામાં ક્ષમાભાવની શક્તિ હોય. ક્ષણેક્ષણે ક્રોધ, રોષ અને રીસ કરતો જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી જ ન શકે.... મોક્ષપ્રાપ્તિ તો દૂર રહી, સંસારના ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ એના માટે દુર્લભ!
ભલા, પછી એ ક્રોધને શા માટે આપણા પવિત્ર આત્મા મંદિરમાં રાખવો? શા માટે જીવન જીવવામાં એનો સહારો લેવો? જે આત્માની સર્વતોમુખી અધોગતિ કરે છે, તેનો સંગ શા માટે કરવો? જે ખેરના અંગારાથી પણ ભયંકર આગ છે, તેમાં શા માટે કૂદી પડવું? શા માટે સ્વયં બળવું ને બીજાઓને બાળવા? શા માટે સ્વયં અશાન્ત બનવું અને બીજાઓને અશાન્ત કરવા?
For Private And Personal Use Only