________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
પ્રશમરતિ એ સુખ હોય છે ક્ષણિક કલ્પનાનું! એ સુખ હોય છે માત્ર બહારનું. માયાવી માનવી ક્યારેય અંતઃકરણનું સુખ નથી મેળવી શકતો. માયાની સાથે અશાન્તિ જડાયેલી જ હોય છે. ચિત્તની ચંચળતા જોડાયેલી જ હોય છે,
માયાવી માનવી કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા કે તલ્લીનતા નહીં મેળવી શકે. પરમાત્મધ્યાનમાં સ્થિરતા નહીં મેળવી શકે. તમે આ અભિગમથી તમારી જાતને તપાસી જોજો. જો તમે ઇરાદાપૂર્વક કોઈ ભૂલને છુપાવતા હશો. તો તમે શાંન્તિ નહીં અનુભવતા હાવે. છૂપો છૂપો પણ કોઈ સંતાપ તમને સતાવતો હશે.
પરમસુખ જો પામવું છે તો ધર્મપુરુષાર્થ કરવો જ પડશે. ધર્મપુરુષાર્થ કરવા માયારહિત બનવું જ પડશે, ઋજુતા-સરલતાનું જીવની જેમ જતન કરવું જોઈશે.
૪. શૌચ यद् द्रव्योपकरण-भक्तपानदेहाधिकारकं शौचम् ।
तद्भवति भावशौचानुपरोधाद्यत्नतः कार्यम् ।।१७१।। અર્થ : દ્રવ્ય ઉપકરણ, ખાન-પાન અને શરીરને લઈને શૌચ કરવામાં આવે છે, તે પ્રયત્નથી એ રીતે કરવો જોઈએ કે એનાથી ભાવશૌચને ક્ષતિ ન પહોંચે.
વિવેવન : ભાવ શોચને જરાય ક્ષતિ ન પહોંચે, ભાવશૌચ અખંડ રહે, તે માટે પ્રતિક્ષણ જાગૃતિ રાખવાનો ગ્રંથકાર ઉપદેશ આપે છે. ભાવશૌચનો અર્થ છે નિલભતા.
લોભને ધોઈ નાંખવો, લોભનું પ્રક્ષાલન કરવું. એનું નામ છે ભાવશૌચ. આ ભાવશૌચને જાળવી રાખવા માટે, મોક્ષમાર્ગના પથિક એવા શ્રમણોએ અને શ્રમણીઓએ જેને ખાસ સાવધાની રાખવાની છે, તેનું કેટલુંક દિગ્દર્શન કરાવું છું.
૧, હે શ્રમણ અને શ્રમણીઓ! શિષ્ય અને શિષ્યાનો લોભ વળગી ન પડે તે માટે સાવધાન રહેજો. શ્રમણ ભગવાન મહાવીર દેવે જે જે પુરુષોને, જે જે સ્ત્રીઓને અને જે જે નપુંસકોને દીક્ષા આપવાનો નિષેધ કરેલાં છે, તેમને દીક્ષા ન આપશો. જો શિષ્યલોભમાં જકડાયા તો તમારા ભાવશૌચને ક્ષતિ પહોંચશે. અપાત્રને તો દીક્ષા અપાય જ નહીં, પાત્ર જીવને પણ “આને હું મારો શિષ્ય કરું..” આવા મમત્વથી દીક્ષા ન આપશો. જ્યાં સુધી શિપ્રમોહ દૂર ન થાય ત્યાં સુધી ‘ગુરુ' બનવાનું સ્થગિત રાખજો.
For Private And Personal Use Only