________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોચ
૩૦૭ ૨. હે શ્રમણ અને શ્રમણીઓ! સમ્યગૂજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્રની આરાધનામાં સહાયક ઉપકરર્ણો તમારે તમારી પાસે રાખવાનાં ખરાં, પરંતુ એ ઉપકરણો પર મમતા ન બંધાઈ જાય તે માટે તમારે જાગ્રત રહેવું પડશે. એ ઉપકરણોના સંગ્રહની વૃત્તિ કેળવાઈ ન જાય, તે માટે તમારે સાવધાન રહેવું પડશે. એ ઉપકરણો અધિકરણ ન બની જાય તેના પણ તમારે વિચાર કરવો જોઈશે. એ ઉપકરણો ગૃહસ્થો પાસેથી લેતાં, જે દોષો ટાળવાના હોય છે એ દોષો ટાળીને તમે એ ઉપકરણો લો, તો દ્રવ્યશાંચ કહેવાય અને આ ઉપકરણો પર મમતા ન બંધાય તો ભાવશૌચ કહેવાય.
૩. હે શ્રમણો અને શ્રમણીઓ! તમારે દેહને આધાર આપવા માટે ભિક્ષાવૃત્તિથી જીવવાનું છે. જો તમે ૪ર દોષ ટાળીને ભિક્ષાપાણી ગ્રહણ કરો છો તો દ્રવ્યશૌચનું પાલન કરો છો. ભિક્ષા કરતી વેળાએ જો રાગ-દ્વેષ નથી કરતા તો ભાવશૌચનું પાલન કરો છો. ભિક્ષા કરતી વેળાએ ભિક્ષાને અનુલક્ષીને રાગ કે હેપ ન થાય, તેની તમારે તકેદારી રાખવાની છે. રાગ-દ્વેષ, ભાવોની પવિત્રતાનો નાશ કરે છે. જો તમને ભિક્ષાથી પ્રાપ્ત પદાર્થો પર રાગ થયો તો શુભ ભાવોનો નાશ થવાનો છે. ભાવ-પવિત્રતા નાશ પામવાની. દ્વેષ થશે તો પણ વૈચારિકવિશુદ્ધિ નષ્ટ થવાની.
૪. હે શ્રમણો અને શ્રમણીઓ! આવશ્યક શરીરશુદ્ધિ કરતાં એ ધ્યાન રાખજો કે શરીર પર મમતા ન જાગે. દેહપ્રક્ષાલન અને વસ્ત્રપ્રક્ષાલન જેટલું જિનાવિહિત હોય તેટલું જ કરજો. ભાવશૌચને આંચ ન આવે એટલું જ દેહશૌચ વિહિત છે. શરીરસ્નાન તો મારે કરવાનું જ નથી. તમારું સાચું સ્નાન છે બ્રહ્મચર્ય. મનવચન અને કાયાથી જો તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો તમારી ભાવપવિત્રતા અખંડ છે. તમે મોક્ષમાર્ગના સાધક છો, તમારા માટે બાહ્ય શરીર-શુદ્ધિ મહત્ત્વની નથી. શરીરશુદ્ધિનું લક્ષ આત્મશુદ્ધિનું લક્ષ ભુલાવી દે છે. તમારે તો તમારા જીવનની એક એક ક્ષણ આત્મશુદ્ધિમાં વિતાવવાની છે. આત્મશુદ્ધિને ક્ષતિ ન પહોંચે એ રીતે સંયમસહાયક શરીરનો ખ્યાલ રાખવાનો છે.
૫. હે શ્રમણો અને શ્રમણીઓ! તમારે એવી વસતિ-મકાનમાં રહેવાનું છે કે એ મફાન પર જરાય મમતા ન બંધાય. એક વસતિમાં તમારે કાયમ માટે વાસ કરવાનો નથી. મકાનના સારા-નરસાણાના વિચારો કરવાના નથી. તમારી માલિકી કોઈ મકાન પર સ્થાપિત કરવાની નથી. તમારે તો નિબંધન બનીને જીવવાનું છે. ક્યારેક કોઈ મકાનમાં વધુ સમય રહેવું પડે તો એ રીતે રહેવાનું છે કે એ મકાન સાથે તમારું મમત્વ ન બંધાઈ જાય.
For Private And Personal Use Only