________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરળતા
૩૦૫ કે તમે તેની સમક્ષ જે કોઈ નિવેદન કરશો, તે વાતો તેના પેટમાં સમાઈ જવાની છે. તેઓ ક્યારેય તમારી વાત બીજાને નહીં કહે.
એ સપુષ્પો સદૈવ સરળ-નિર્માથી જીને સ્નેહદૃષ્ટિથી જુએ છે, ઉત્તમતાની દૃષ્ટિથી જુએ છે. એટલે “હું ગુરુજનની દૃષ્ટિમાં અધમ ગણાઈશ.નિમ્ન સ્તરનો ગણાઈશ...' આવો ભય તમારે ના રાખવો જોઈએ. જે સાધકો, પોતાના સાધનાપથમાં માર્ગદર્શક એવા પુરુષોને પોતાની મન-વચન-કાયાની એક-એક વૃત્તિ-પ્રવૃત્તિથી પરિચિત રાખે છે, તે સાધકો નિરંતર આંતરપ્રસન્નતા અનુભવતી રહે છે.
નિર્માથી જીવાત્મા જ સાચી શરણાગતિ સ્વીકારી શકે છે. માયાવી જીવાત્મા ગુરુતત્ત્વની કે પરમાત્મતત્ત્વની શરણાગતિ સ્વીકારી શકતો નથી. શરણાગતિ વિના સમર્પણનો ઉચ્ચતમ્ ભાવ પ્રગટતો નથી. સમર્પણ વિના ધર્મપુરુષાર્થ થઈ શકતો નથી.
માયા એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે, માયાની આગમાં બધી આત્તરસંપત્તિ બળી જાય છે, સર્વનાશ થઈ જાય છે. આત્તરવિકાસનાં વાર જ બંધ થઈ જાય છે. માટે ગ્રન્થકાર કહે છે :
ર થર્મમારાથતિ શુદ્ધાત્મા' અશુદ્ધ આત્મા ધર્મ ન આરાધી શકે!
અશુદ્ધ આત્મા, ભલે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ માને કે હું ધર્મ કરું છું.” પરંતુ વાસ્તવમાં એ ધર્મ હોતો જ નથી. ધર્મનો આભાસમાત્ર હોય છે.
મહાપવિત્ર આગમગ્રન્થોમાં કહેવામાં આવ્યું છે કે જીવાત્માએ જે રીતે ભૂલ કરી હોય, દોષ સેવ્યો હોય, અપરાધ કર્યો હોય એ જ રીતે તે વિશિષ્ટ જ્ઞાની પુરુષ સમક્ષ કહે અને તે જ્ઞાની પુરુષ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્ત સ્વીકારે, તે જીવાત્માને શુદ્ધિ પ્રાપ્ત થાય. જો એકાદ દોષને પણ ઇરાદાપૂર્વક છુપાવી રાખે, ન કહે, તો એની શુદ્ધિ ન થાય, આન્તરશુદ્ધિ વિના ધર્મઆરાધના શક્ય નથી.
ધર્મપુરુષાર્થ વિના મોક્ષપ્રાપ્તિ થતી નથી. મોક્ષપ્રાપ્તિ વિના અક્ષય-અનન્ત સુખની પ્રાપ્તિ થતી નથી.
માયા આચરીને, કપટ આચરીને તમે સુખ મેળવવા ઇચ્છો છોને? કોઈ ને કોઈ સુખની કલ્પનાથી પ્રેરાઈને તમે માયા કરવા તૈયાર થાઓ છો ને? મહાનુભાવ, શું એ સુખ અક્ષય હોય છે? એ સુખ અનંત હોય છે? નહીં ને?
For Private And Personal Use Only