________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનરુક્તિ દોષરૂપ નથી
| ૨૧ રટ; વારંવાર બોલો. તેમાં તમને પુનરુક્તિ' દોષ નહીં લાગે.
રાગ-દ્વપનાં આ ઝેર એવો નથી કે એકાદવાર તમે જિનવચન બોલી દો એટલે એ ઝેર ઊતરી જાય! જો એમ ઊતરી જતાં હોય તો પુનઃ પુનઃ જિનવચન બોલવાની જરૂર જ નહીં, પરંતુ અનેકવાર-વારંવાર એ જિનોક્ત ભાવાન રટયા વિના એ આત્માના પ્રદેશ-પ્રદેશ ફેલાયેલાં ઝેર દૂર થાય એમ જ નથી. માટે બીજો કોઈ વિચાર કર્યા વિના વારંવાર... પ્રતિક્ષણ જિનવચનને બહુમાનપૂર્વક ભાવિત કરા; એમાં પુનરુક્તિ' દોષ લાગતો નથી. નિશ્ચિત બની જાઓ અને કર્તવ્યમાર્ગે ચાલતા રહો!
એકનો એક વ્યવસાય! એકનો એક ધંધો! એકનું એક કામ!
સંસાર તરફ જરા જુઓ; વિશાળ માનવસૃષ્ટિ તરફ જુઓ.... ‘પુનરુક્તિ' તમને સર્વત્ર વ્યાપક દેખાશે, અને તે પણ દોષરૂપ નહીં પરંતુ ગુણરૂપ!
જુઓ, મુશળધાર વર્ષમાં... કડકડતી ઠંડીમાં અને ધોમધખતા ઉનાળામાં... કામ કરી રહેલા.... ખેતી કરી રહેલા ખેડૂતને! એનું એ ખેતર અને એની એ ખેતી! પ્રતિવર્ષ અને પ્રતિ મોસમ એ કામ કર્યું જાય છે. શા માટે ? જીવનનિર્વાહ માટે. સ્વજીવનના નિર્વાહ માટે અને પરિવારના પોપણ માટે એનું એ કામ કર્યો જ છૂટફો!
જુઓ, પેલો મિલ-મજૂર.. મિલનું રોજ ભુંગળું વાગે છે... ને હાથમાં 'ટિફિન” લઈ એ સડસડાટ મિલ તરફ રોજ જાય છે. રોજ એ જ મશીન અને એનું એ જ કામ... કરે છે ને?
જુઓ પેલા શેઠને! રોજ દુકાન ખોલે છે ને રોજ એનો એ વેપાર કરે છે! અલબત્ત, એની પાસે તો ધનના ઢગલા છે છતાંય અપાર સંપત્તિની આકાંક્ષાથી એ વેપાર કરે જ જાય છે ને ધન-ધાન્યથી સમૃદ્ધ બનતો જાય છે.
તો શું વૈરાગ્યભાવના પોપણ માટે, વૈરાગ્યની વિપુલ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે એના એ ધર્મગ્રંથોનું પરિશીલન પ્રતિદિન પ્રતિક્ષણ ન કરવું? જે ધર્મગ્રંથથી આપણા વૈરાગ્યભાવ પુષ્ટ થતો જતો હોય, એ ધર્મગ્રંથનું પ્રતિદિન અધ્યયન કરવું જ જોઈએ, એ કરવામાં ‘પુનરુતિ' દોષ નથી.
જે કોઈ શબ્દ જે કોઈ વાક્ય, જે કોઈ ગ્રંથ... આપણા વૈરાગ્યની વૃદ્ધિ કરનાર હોય, તેનું પુનઃ પુનઃ અધ્યયન કર્યું જ જવાનું, જેથી રાગ-દ્વેષની પ્રબળતા નષ્ટ થતી જાય, આત્મભાવની નિર્મળતા વધતી જાય.
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાન જ્ઞાની પુરુષોએ વૈરાગ્યભાવને પુષ્ટ કરનારા
For Private And Personal Use Only