________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પ્રશમરત
ગ્રંથો રચેલા મોજૂદ હોવા છતાં, અને એ જ ગ્રંથોની વાતો લઈને આ ગ્રંથની રચના કરવા છતાં, એમાં પુનરુક્તિ દોષ નથી, માટે તે ઉપાદેય જ છે. આ વાત ગ્રંથકાર સિદ્ધ કરે છે! ત્રણ ઉદાહરણ (૧) ઔષધ સેવન (૨) વિષાપહાર મંત્ર, અને (૩) કૃષિ આદિ કર્મ, આપીને વૈરાગ્યભાવના પોષક ગ્રંથોનું પુનઃ પુનઃ સર્જન, સ્વાધ્યાય અને સૂક્ષ્મચિંતન કરવાનો ખુલ્લેઆમ અનુરોધ કરે છે.
વૈરાગ્યભાવના
दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः । । १६ ।।
અર્થ : જે જે વિશિષ્ટ અન્તઃકરણના પરિણામથી (જન્મ-જરા-મૃત્યુ-શરીર-આદિના આલોચન વગેરેથી) વૈરાગ્યવાસના સ્થિરતા પ્રાપ્ત કરે તે તે કાર્યમાં મન-વચન કાયાથી અભ્યાસ કરવો જોઈએ.
વિવેચન : પ્રતિદિન એક જ કામ કરો! વૈરાગ્યની ભાવનાને વાસના બનાવી દેવાનું કામ કરો! મનથી, વચનથી અને કાયાથી આ એક જ કામ કરી લો.
વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય એટલે વૈરાગ્ય સ્થિર બનં. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે, તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરો. મનથી એવું ચિંતન કરો, જબાનથી એવી વાણી બોલો અને પાંચ ઇન્દ્રિયોથી એવી ક્રિયા કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઇ જાય; દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય.
આ દૃઢ સંકલ્પ કરો, અવિચલ નિર્ણય કરો : ‘મારે વૈરાગ્યભાવનાને વૈરાગ્યની વાસના બનાવી દેવી છે, મારે વૈરાગ્યભાવને સુદૃઢ બનાવવો છે.‘ જ્યાં સુધી આ સંકલ્પ નહીં કરો; ત્યાં સુધી એ દિશામાં મન-વચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. પુરુષાર્થમાં જોશ, જુસ્સો અને ઝડપ નહીં આવી શકે.
જો તમે રાગદશાને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊઠ્યા છાં, એની વિનાશ-તાંડવલીલા તમે જોઈ લીધી છે, તો પછી તમે શા માટે એ ડાકણ જેવી રાગદશાનાં પડખાં સેવો છો? શા માટે એના સહારે સુખ લેવા દાંડો છો? થોભો, અનંત જન્મોથી પોડનારી અને આત્માનું હીર ચૂસનારી એ રાગદશાનો હવે તમારે ખાત્મો બોલાવવાં જ પડશે..... તે માટે જે કોઈ શસ્ત્ર..... જે કોઈ અસ્ત્ર તમારી પાસે હોય, તેનાથી એના પર
For Private And Personal Use Only