________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય ભાવના
૨૩ તૂટી જ પડો. હવે વિચાર કરવાનો સમય નથી; આક્રમણ કરી દેવાની ક્ષણ આવી ગઈ છે! જે જે સાધનથી... જે જે ઉપાયથી એ રાગદશાને હણી શકાય, તે તે સાધન...... તે તે ઉપાય અજમાવવા માંડો.
વૈરાગ્ય ભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગતિ વિચારોથી વૈરાગ્ય દઢ થાય છે; માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો જોઈએ; અર્થાત્ પુનઃ પુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કર્યો જ જવાના!
મોક્ષપ્રીતિ અને ભવ-ઉદ્વેગ!
મોક્ષ પર રાગ અને સંસાર પર ઉગ! વિચારોના આ બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે.
ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી ગયા તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું! ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ ગયા, તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું; ક્યારેક પ્રતિજન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતરની બિભત્સ અને ગંદી અવસ્થાની કલ્પનામાં ચાલ્યા જવાનું!
કોઈ વેળા, દુ:ખદાયી હિસાદિ આથવાના કટુ વિપાકો યાદ આવી જાય, તો કોઈ વેળા એ આશ્રવોના ધસમસતા આવતા પ્રવાહને ખાળવાના ઉપાયો મનમાં રમી જાય. કોઈ વેળા કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય તો કોઈ વેળા ચૌદ રાજલોકરૂપ વિરાટ વિશ્વની સફરે જીવ ઊપડી જાય. કોઈ વેળા ધર્મ'ના અદ્દભુત પ્રભાવો પર આત્મા ઓવારી જાય તે કોઈ વેળા “બોધિની દુર્લભતા મનને ડોલાવી જાય! કોઈ વેળા મનડું સિદ્ધશિલાની સફરે ઊપડી જાય અને સિદ્ધશિલા પર સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની બેસી ગયેલા પરમ-આત્માઓનો પરિચય કરી આવે!
આવું આવું કરતા જ રહો, આવું વિચારવાનું, આવું બોલવાનું અને શરીરથી એને અનુરૂપ આચરણ કરવાનું-પુરુષાર્થ કર્યો જવાનો. વૈરાગ્યનો રંગ ચાળમજીઠન બની ગયો સમજો!
For Private And Personal Use Only