________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
પ્રશમરતિ यद्वत्पङकाधारमपि पङकजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि साधुरलेपकस्तद्वत् ।।१४०।।
यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिसक्तः ।
तद्वदुपग्रहवानपि न संगमुपयाति निम्रन्थः ।।१४१ ।। અર્થ : જેવી રીતે કાદવમાં રહેલું પણ કમળ કાદવથી લપાતું નથી, તેવી રીતે ધર્મોપકરણ શરીર પર ધારણ કરનાર સાધુ પણ કમળની જેમ નિર્લેપ રહે છે. જેવી રીતે અશ્વ આભૂષણોથી વિભૂષિત હોવા છતાં (આભૂષણોમાં) મૂચ્છિત નથી હોતા, તેવી રીતે ઉપગ્રહ (ધર્મોપકરણ) યુકત હોવા છતાં નિર્ચન્થ તેમાં મોહ નથી કરતો.
વિવેવન : “દોષથી ભરેલા લોકોની વચ્ચે રહેવા છતાં, એ લોકોનો સંપર્ક કરવા છતાં મુનિ દોષોથી કેમ ન ખરડાય? આ પ્રશ્ન ઊઠે છે ને મનમાં એ પ્રશનનો ઉત્તર કમળનું પુષ્પ આપે છે! તમે કોઈ સરોવરમાં પાણી પર રહેલા કમળને જુઓ. એ કાદવમાં અને પાણીમાં રહે છે. એનો આધાર છે કાદવ અને પાણી, છતાં તમે જોજો, કમળ જરાય કાદવથી ખરડાયેલું નહીં હોય, પાણીથી ભીંજાયેલું નહીં હોય! જાણે કમળ કહે છે : “હું કાદવના આધારે રહું છું. એટલે કંઈકાદવથી લેપાવા બંધાયેલું નથી. હું પાણીમાં રહું છું...એટલે કંઈ પાણીથી ભીંજાવા બંધાયેલું નથી. હું એ બંનેથી નિર્લેપ રહી શકું છું... માટે તો યોગીપુરુષો પોતાના હૃદયને મારી ઉપમા આપે છે! મારા જેવું હૃદય બનાવી એમાં પરમાત્માનું ધ્યાન ધરે છે!'
મુનિ ભલે દોષભરેલા સમાજના આધારે જીવે, છતાં એ દોષોથી નિર્લેપ રહી શકે છે. મુનિ ન ઇચ્છે તો એ દપો એને વળગી પડતા નથી. “મારે નિર્લેપ રહેવું છે,' આવો મુનિનો દઢ સંકલ્પ હોવો જોઈએ. ભલે એ આહાર કરે, શરીર પર વસ્ત્ર ધારણ કરે, પાત્ર અને દંડ રાખે, કંબલ અને રજોહરણ રાખે...છતાં એના ઉપર એ રાગ-દ્વેષથી લપાતો નથી. જ્યાં આશય શુદ્ધ હોય અને આસક્તિનો અભાવ હોય ત્યાં લોભ ટકી શકતો નથી, રાગ રહી શકતો નથી, ને સ્થાન મળતું નથી.
કાજળની કોટડી જેવા સમાજની વચ્ચે રહેવા છતાં એ કાજળનો એક પણ ડાઘ આત્માને ન લાગવા દેનાર મુનિ મોક્ષમાર્ગે ઝડપભેર પ્રયાણ કરી રહેલો મહાવીર પુરુષ છે.
For Private And Personal Use Only