________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ! અલિપ્ત રહો!
૨૪૭ તમારા સાથી હશે તો તેઓ તમારા માર્ગદર્શનને અનુસરનારા બનશે. એટલું જ નહીં તમને પણ તેમની શ્રદ્ધા સહાયક બનશે, કોઈ વિશિષ્ટ પ્રસંગમાં તમે નિર્ણય કરો કે કોઈપણ રીતે આપણે આ અસંયમની પ્રવૃત્તિ નથી આચરવી. ભલે ગમે તે કષ્ટ આવે.' એ વખતે સંવિગ્ન સાધુઓ તમારા નિર્ણયને વધાવી લેવાના. અસંયમની પ્રવૃત્તિ માટે તમારા પર દબાણ નહીં લાવવાના.
એવી રીતે, તમે વિશેષ પરિસ્થિતિમાં, દેખીતી રીતે અકલ્પનીય શાસ્ત્રષ્ટિએ કલ્પનીય', એવા આહારાદિ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો, તો એ વખતે સહવર્તી સંગ્નિ સાધુઓ તમારા નિર્ણયને આવકારશે. આવા સહાયક સાથી મુનિ તમને ત્યારે મળવાના અને તમારા સહવાસી બનવાના કે જ્યારે તમે ખૂબ વિનીત હશો, તમારા સ્વભાવ સાથે વિનય વણાઈ ગયો હશે.
તમે ક્યારેય કોઈને કટુ-કર્કશ શબ્દો નથી કહેતા, તમે ક્યારેય કોઈનું અપમાન નથી કરતા, તમે ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર નથી કરતા. તમારી ક્યારેય કોઈ અનુચિત પ્રવૃત્તિ નથી હોતી, તો તમારા સહવાસી મુનિવરો તમારા પ્રત્યે શ્રદ્ધાભાવવાળા બનવાના. તમારી મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનવાના.
તમે આચાર્ય, ઉપાધ્યાય આદિ વડીલોની ઉચિત સેવાભક્તિમાં ઉજમાળ છો, તમે બાલમુનિ, વૃદ્ધ મુનિ, બીમાર મુનિ અને તપસ્વી મુનિની સેવામાં સદૈવ જાગ્રત છો, તમે ચતુર્વિધ સંઘ પ્રત્યેના તમારાં કર્તવ્યો તરફ સજાગ છો, તો તમને અનેક સુ-સહાયક મુનિવર મળી જવાના.
અનેક દોષોથી સંપૂર્ણતયા બચીને, રાગ-દ્વેષની તીવ્રતા વિના મુનિએ સંયમયાત્રા કરવાની છે. એ માટે આટલી અને આવી તૈયારી મુનિએ રાખવાની છે. સૌથી મહત્ત્વની વાત છે નિરૂપલેપ' રહેવાની. રાગ-દ્વેષના મલિન લેપથી જરાય લેપાવાનું નહીં. આહારનો, વસ્ત્રની, પાત્રનો, ઉપાશ્રયનો ઉપયોગ કરવાનો પરંતુ એમાં રાગ-દ્વેષ કરવાના નહીં. આહારાદિ પ્રાપ્ત કરવા સમાજના લોકોના સંપર્કમાં આવવાનું પણ રાગ-દ્વેષથી જરાય સંપાવાનું નહીં. બાહ્ય ઉપકરણોના ઉપયોગ-ઉપભોગમાં રાગ-પ વિના પ્રવૃત્તિ કરવાની છે. એ માટે શાસ્ત્રજ્ઞાન સાથે સતત આત્મજાગૃતિ હોવી આવશ્યક હોય છે, જો આત્મજાગૃતિ ન હોય તો શાસ્ત્રજ્ઞાન રાગ-દ્વેષથી બચાવી શકતું નથી.
મુનિરાજ! આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાના વિકટ પંથે તમે ચાલી રહ્યા છો. તમામ ઉપકરણો અને સંપૂર્ણ જ્ઞાનમૂલક જાણકારી સાથે, જરાય દીન-હીન બન્યા વિના તમારા માર્ગે આગળ વધતા રહો.
For Private And Personal Use Only