________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે દુઃખદાયી વિષયસેવન...
૧૮૧ વિવેવન : ‘વિષયસેવનથી-સંભોગથી ક્ષણિક પણ સુખનો અનુભવ તો થાય જ છે – એ દષ્ટિએ વિષયો સુખ આપનારા ખરાને?"
આદિ-મધ્ય અને અંતમાં અશાન્તિ તથા અસ્વસ્થતાનું પ્રતિપાદન કરનારા ગ્રંથકાર મહર્ષિને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સંભોગની ક્રિયામાં ભલે અશાંતિ કે અસ્વસ્થતા અનુભવાતી હોય, સાથે સાથે થોડાક સુખનો અનુભવ પણ થતો હોય છે!
ગ્રન્થકાર આ વાતનો સ્વીકાર કરીને પ્રત્યુત્તર આપે છે : કબૂલ છે તમારી વાત. વિષયસેવનથી તમારા મનને ક્ષણિક સંતોષ....ક્ષણિક સુખ મળે છે.....પરંતુ એટલા માત્રથી સંભોગક્રિયા ઉપાદેય નથી બનતી. વિષયસેવન કરવા યોગ્ય સિદ્ધ નથી થતું.
જંગલમાં એક કિંપાક' નામનું વૃક્ષ હોય છે. એ વૃક્ષ ઉપર જે ફળ બેસે છે, તે ફળનો સ્વાદ કેરીના સ્વાદ કરતાં ય વધુ મધુર હોય છે. એની સુગંધ આમ્રફળની સુગંધ કરતાં ય ચઢિયાતી હોય છે. એ ફળને તમે ખાઓ તો મીઠું લાગશે! સ્વાદિષ્ટ લાગશે! પરંતુ એ પેટમાં જતાંની સાથે જ તમારી નસો ખેંચાવા લાગશે... તમારું માથું ભમવા લાગશે..... તમે તીવ્ર વેદના અનુભવતા થોડી જ ક્ષણોમાં થમસદનમાં પહોંચી જવાના! તમારું આત્મપંખ ઊડી જવાનું.
એ કિંપાકફળ જેવા આ વિષય છે. તમે વિષયસેવન કરો, ત્યાં સુધી જ તમને સુખના અનુભવ થાય, પરન્તુ એ સંભોગક્રિયામાં જે તીવ્ર મોહ, પ્રગાઢ આસક્તિ થવાની, તેના પરિણામે જે પાપકર્મ બંધાવાનાં, એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમે એક મોતને નહીં, અનેક મોતને ભેટવાના. એક દુઃખ નહીં, અનંત દુઃખો તમને વળગી પડવાનાં. માટે “ક્ષણિક સુખ તો મળે છે ને!” એમ માનીને વિષયસેવન-સ્ત્રીસંભોગ ન કરો.
નાનાં બાળકો કે ભાળી સ્ત્રીઓ ડાકુઓના ફંદામાં શાથી ફસાય છે, તે જાણો છો ને? ડાકુ સજ્જનના લિબાસમાં નાનાં બાળકોને ચોકલેટ-પીપરમેન્ટ આપે, મીઠી મીઠી વાતો કરે, એટલે નાનાં બાળકોને એ ડાકુ ગમી જાય. ડાકુ ઉપર વિશ્વાસ થઈ જાય....પછી એક દિવસ બાળક ખોવાયાની બૂમાબૂમ થાય! બાળકને ડાકુ ઉપાડી ગયો હોય.
ભોળી સ્ત્રીઓ પણ આ રીતે ભોળવાતી હોય છે. હાથે અને ગળે સોનાના દાગીના પહેરીને ઊભી હોય, સુંદર વસ્ત્રો પહેર્યો હોય, બહાર જવું હોય,
For Private And Personal Use Only