________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોષજાળનો વિચ્છેદ
૯૩
લલચાય છે મન એ મુક્ત જીવન તરફ? અકળાય છે મન આ ગહન અને વિકટ કર્મોની જાળમાં? અરે, એટલું સમજાઈ ગયું છે ખરું કે ‘હું’ રાગ-દ્વેષ આદિ અનન્ત અનન્ત દોષોમાં અને એ દોષોમાંથી જન્મેલાં અનન્ત અનન્ત કર્મોની જાળમાં ફસાર્યો છું.' સર્વપ્રથમ તો આ સમજણ દૃઢ થવી જોઈએ. એ સમજણ આવ્યા પછી પણ જો જીવાત્મા નિરાશ થઈ જાય, પાંગળો બની જાય‘કેવી મજબૂત અને ગહન જાળ છે? આપણાથી તો આ જાળ ન તૂટે. કંઈ નહીં, જાળમાં તો જાળમાં જીવીશું. અહીં ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, રહેવાનું, ફરવાનું આ બધું તો મળે છે' આ રીતે જો જીવાત્મા જાળમાં પણ જીવવાનું પસન્દ કરી લે, તો એ જાળને ભેદવાનો સંકલ્પ ન કરી શકે. જાળને ભેદવાના ઉપાયો એ નહીં શોધે. એ તો ‘જાળમાં જ કેવી રીતે વ્યવસ્થિત ગોઠવાઈ જવું,’ એ વિશે વિચારશે! ‘જાળને ક્યાંથી કાપું? જાળમાંથી છૂટવા શું પ્રયત્ન કરું ?' આવી યોજનાઓ એ વિચારશે પણ નહીં. એ જાળને કાપવાનો, નષ્ટ કરવાનો, પુરુષાર્થ તો લાખો યોજન દૂર!
‘હું અનન્ત દોષો, અનન્ત કાઁની જાળમાં જકડાયેલો છું.' આ વિચાર પણ એવા મનુષ્યને આવી શકે કે જે મનુષ્ય પ્રશમભાવમાં ઠરેલો હોય! એના અન્તરંગ દોષો, ક્રોધ-માન-માયા અને લોભ શાન્ત બેઠા હોય; ઇન્દ્રિયોની વિષયો તરફની દોડધામ ઘટી ગઈ હોય; નિદ્રા, આળસ, વિષયભોગ અને અર્થહીન વાર્તાથી મન-વચન-કાયાના યોગો થોડા સમય માટે પણ નિવૃત્ત થયા હોય.
મન પ્રશમરસમાં ડૂબેલું હોય, વાણી મૌન હોય, અને કાયા સ્થિર હોય, ત્યારે પેલી અદશ્ય જાળ દેખાય! એ જાળમાં જેમ એને પોતાની જાત દેખાય તેમ બીજા પણ અનન્ત જીવો દેખાય. જાળને છેદીને-ભેદીને મુક્ત બનેલા અનન્ત આત્માઓ તરફ પણ એની દૃષ્ટિ જાય, તેનું મન તુરત જ યોજનાઓ ઘડી કાઢે છે, જાળને ભેદવાની અને મુક્ત બનવાની! યોજના બનાવીને એ પુરુષાર્થ આરંભી દે છે, પ્રયત્ન શરૂ કરી દે છે.
જાળને ભેદવા જાળને ઓળખવી પડે. એ જાળ શાની બનેલી છે? કેવી રીતે ગૂંથાયેલી છે? કેવી રીતે ગુંથાતી જાય છે? કઈ જગાએથી એને છેદી શકાય એમ છે? વગેરે. દોષોની અને કર્મોની જાળને જીવાત્મા બરાબર ઓળખે. પોતાને તે ન ઓળખાતી હોય, ન સમજાતી હોય, તો એ જ જાળમાં પોતાની પાસે રહેલા એવા સમજદાર અને જાળને ઓળખનારા પુરુષોનો સહયોગ માગે. એમનું માર્ગદર્શન માર્ગ. ઘર બાંધવું છે પણ કેવું બાંધવું, ક્યાં બાંધવું, કેવડું બાંધવું...
For Private And Personal Use Only