________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૨૦૭
જોઈએ. અત્યાર સુધી જેવો ક્રોધમાં વિશ્વાસ હતો તેવો જ વિશ્વાસ ક્ષમામાં મૂકવો પડશે. જેવો વિશ્વાસ માનમાં હતો તેવો વિશ્વાસ નમ્રતામાં જોઈશે. જેવો વિશ્વાસ માયામાં મૂકેલો હતો તેવો જ વિશ્વાસ સરળતામાં જોઈશે અને જેવો વિશ્વાસ લોભમાં મૂકેલો હતો તેવો વિશ્વાસ સંતોષમાં મૂકવો પડશે, તો જ તમે એ ચાર કષાયો પર વિજય મેળવવા શક્તિમાન બની શકશો,
૧. ક્રોધથી ભૂતકાળમાં થયેલાં નુકસાનોનો, વર્તમાનમાં થતા ગેરલાભોનો અને ભવિષ્યમાં થનારા અપાયોના વિચાર કરો. ક્રોધથી તમને નુકસાન થાય છે અને મનને પણ નુકસાન થાય છે, એ વિચારો, એની સામે ક્ષમાની સાધનાથી થતા લાભોનો વિચાર કરો.
૨. માન-અભિમાનની તીવ્ર લાગણીઓ કેવા કેવા અનર્થો સર્જે છે, એનાં ઐતિહાસિક દૃષ્ટાન્તો વાંચો, માન-અભિમાનથી તમે તમારાં કેવાં કેવાં માનસિક અને પારિવારિક સુખો ખોયાં, એનો ગંભીરતાથી વિચાર કરો. એની સામે નમ્રતાથી તમે કેવી શ્રેષ્ઠ ચિત્તશાન્તિ અનુભવી શકો છો, તેનો અનુભવ કરો.
૩. માયા-કપટથી થતા બાહ્ય ભૌતિક લાભો કરતાં, શારીરિક, સામાજિક અને રાજકીય ગેરલાભો ઘણા છે, તમે સ્વસ્થ મનથી વિચારી શકતા હો તો તમને સમજાશે. એ માયા-કપટની વાસનાને નિર્મૂળ કરવા માટે સરળતાનોઆર્જવો સહારો લો. સરળતાથી ડરો નહીં. તમે લુટાઈ નહીં જાઓ. આબાદ બનશો.
૪. લોભ, એ સર્વ દોષોનો જનક છે! લોભના એટલા બધા લાભ માનવીના મનમાં સમજાયેલા છે કે એના હૃદયમાં સંતોષને પ્રવેશ જ નથી મળતો! જ્યાં સુધી તમારું પુણ્યકર્મ ઉદયમાં હશે ત્યાં સુધી જ તમે લોભમાં રાજી થવાના. પુણ્યકર્મ નાશ પામતાં એ જ લોભદશા તમને ધોર પીડા આપશે. માટે ‘સંતોષ’નો અત્યારથી જ સહારો લઈને લોભદશાથી મુક્ત થાઓ.
ધીર-સાત્ત્વિક બનીને કષાય-શત્રુઓ સામે સંગ્રામ ખેલી લો. અંતે વિજય તમારો થશે.
संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयो: परिहारासेवने कार्ये ।।१६६ ।।
અર્થ : કપાયોના ઉદયનાં નિમિત્તોને અને કાર્યોના ઉપશમનાં નિમિત્તોને સારી રીતે વિચારીને, મન-વચન અને કાયાની શુદ્ધિથી, કપાયોના ઉદયનાં નિમિત્તોનો ત્યાગ અને ઉપશમનાં નિમિત્તાનું સેવન કરવું જોઈએ.
For Private And Personal Use Only