________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયના ઉપાય .
૨૯૭ વિવેવન : “આ ક્રોધ-માન-માયા અને લોભ, ક્યાં ક્યાં નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે, આની ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કારણ કે, ક્રોધાદિ કષાયો આન્તર-બાહ્ય નિમિત્તાને પામીને ઉત્પન્ન થાય છે. જો મનુષ્યને કષાયોનો સમૂળ ઉચ્છેદ કરવો છે તો એણે કપાયોને જન્મતા જ અટકાવવા પડશે. જે જે નિમિત્તોને લઈને કપાય જન્મે છે, એ નિમિત્તોનો જ ત્યાગ-પરિહાર કરવાનો!
એવી રીતે, અજ્ઞાનથી કે પ્રમાદથી કોઈ એવું નિમિત્ત, એવું આલંબન મળી ગયું.. સેવાઈ ગયું અને કષાય થઈ ગયા, તો એ કષાયોને શાન્ત-ઉપશાન્ત કરવાના ઉપાયો કરી લેવાના. એ ઉપાયો સારી રીતે વિચારી રાખવા જોઈએ.
આગ લાગે નહીં, તેની પૂરી સાવધાની રાખો છો ને? કદાચ લાગી જાય આગ, તો એને બુઝાવવા ‘ફાયરબ્રિગેડ' તૈયાર હોય છે. આગશામક સાધનો તૈયાર રાખો છો? આગ જેમ સર્વનાશ કરે છે, તેમ કષાયો સર્વનાશ કરે છે. સર્વનાશ કરનારાં તત્ત્વોથી તમે કેટલા સાવધાન રહો છો? તો કષાયથી એટલા જ સાવધાન રહો, કષાયોને ઉત્પન્ન થવાનાં થોડાંક નિમિત્તો બતાવી દઉં, જેથી તમે સાવધાન રહી શકો!
૧. જ્યાં તમારું ધાર્યું નથી થતું, ત્યાં ક્રોધ આવી જાય છે ને? તમે જે વ્યક્તિ પાસેથી જે કામની આશા રાખતા હો, એ કામ એ વ્યક્તિ નથી કરતી, અથવા જોઈએ તેવું નથી કરતી તો ક્રોધ જન્મે છે ને? તમે જે વ્યક્તિને નથી ઇચ્છતા, તે વ્યક્તિ તમારે ત્યાં આવી જાય છે તો અણગમો થાય છે ને? તમે તમારી પ્રિય વ્યક્તિ પાસે કે વિશ્વસનીય વ્યક્તિ પાસે કોઈ વસ્તુ માગો છો, એની પાસે એ વસ્તુ હોવા છતાં તમને આપવાની ના પાડે છે ત્યારે તમને રોષ આવી જાય છે ને? આવા અનેક નિમિત્તો હોય છે સંસારમાં. એવા પ્રસંગોને ટાળો અથવા એવા પ્રસંગોમાં સ્વસ્થતા જાળવવાના ઉપાયો વિચારો.
૨. જ્યારે કોઈ તમારું અપમાન કરે છે અથવા જેમની પાસેથી તમને સન્માનની અપેક્ષા છે તેમના તરફથી સન્માન મળતું નથી, ત્યારે તમારું અભિમાન પ્રગટે છે! આ અભિમાનની લાગણીનું મૂળ છે “અહે' ની ઊંડી લાગણી. “હું કંઈક છું.' આ વિચાર ઘણો ખતરનાક છે. જો મનુષ્ય હુંપણાના ખ્યાલને હૃદયમાંથી ખોદીને બહાર ફેંકી દે તો જ માન-અભિમાનથી બચી શકે. સદૈવ મનુષ્ય નમ્ર' બન્યો રહી શકે તો એ માન-કપાય પર વિજય મેળવી શકે. પોતાના અપકર્ષના...પોતાના દોષોનો ખ્યાલ જીવતો રહે, જાગ્રત રહે, તો નમ્ર રહી શકાય.
For Private And Personal Use Only