________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
પ્રશમરતિ
૩. માયા-કપટ કરવાનું મન ત્યારે થાય છે કે જ્યારે એને મનગમતી વસ્તુ કે વ્યક્તિ સરળતાથી...સુગમતાથી મળતી નથી. એ વસ્તુ કે વ્યક્તિ મેળવવા મનુષ્ય અધીર બની ગયો હોય છે, આતુર બની ગયો હોય છે...એ અધીરતા અને આતુરતા માયા-કપટ કરવા જીવને પ્રેરે છે. પરદ્રવ્યની તીવ્ર સ્પામાંથી માયા-કપટની વૃત્તિ જન્મે છે અને પુષ્ટ થાય છે. જો મનુષ્ય એ સ્પૃહાથી મુક્ત થવા પ્રયત્ન કરે, પોતાના ભાગ્ય પર ભરોસો રાખીને જીવે તો માયા-કપટ કરવાનો વિચાર પણ ન આવે. માયા કરવાથી બંધાતા કુટિલ કર્મોના વિપાકનું ચિંતન કરો.
૪. લોભ થવાનાં અનેક નિમિત્તો છે. અનેક નિમિત્તોનું એક જ નિમિત્ત છે પરપુદ્ગલની આસક્તિ. આત્માનું અજ્ઞાન, આત્મગુણો અને આત્મશક્તિઓ અંગેનું અજ્ઞાન. આ લોભ-કષાય એટલો બધો પ્રબળ કષાય છે કે એને ના થવા દેવા માટે ‘સંતોષ'નો સંગ એક ક્ષણ પણ છોડાય નહીં. સંતોપથી જ લોભ ડરે છે અને દૂર ભાગે છે.
આ કષાયોને ઉદયમાં આવવાનાં જે જે નિમિત્તો હોય, તે તે નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. મન-વચન અને કાયાથી એ નિમિત્તોનો ત્યાગ કરવો જોઈએ. મનમાં પણ આ કષાયો ન આવે, એની સાવધાની રાખવી જોઈએ.
કષાયોને શાન્ત કરવાના ઉપાયોનું આસેવન પણ મન-વચન અને કાયાથી કરવું જોઈએ, નિષ્ઠાપૂર્વક કરવું જોઇએ. આત્મસંકલ્પપૂર્વક જો એ ઉપાયો કરવામાં આવે તો કષાયોની પ્રબળતા ઘટે જ.
રાગ-દ્વેષ અને મોહના ફણીધરોનાં કાતિલ વિષને ઉતારવા માટે ક્ષમાદિ ધર્મોનું આસેવન આજીવન કરવું પડશે, દૃઢ નિર્ધાર સાથે કરવું પડશે.
દશ પ્રકારનો મુનિધર્મ
सेव्यः क्षान्तिर्मार्दवमार्जवशीचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिञ्चन्यानीत्येषः धर्मविधिः ।।१६७ ।।
અર્થ : ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને આર્કિચન્ય, આ ધર્મવિધિ (ધર્મના પ્રકારો) સેવવી જોઈએ.
વિવેયન : રાગ, દ્વેષ અને મોહ-સર્વ દુઃખો અને સર્વ ક્લેશોનાં આ મૂળભૂત કારણો છે. આ કારણોને દૂર કરવા માટે, આ દોષોને આત્મામાંથી નિર્મૂળ કરવા માટે જિનેશ્વરદેવોએ દશ પ્રકારનો ધર્મ બતાવેલો છે.
For Private And Personal Use Only