________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતનું પતન
૧૩૭ કહેવાય. આ રીતે એક આત્મદ્રવ્યમાં નિયત્વ અને અનિયત્વ-બંને રહે છે! કોઈ વિરોધ આવતો નથી, નિત્યત્વનું નિમિત્ત દ્રવ્ય છે.
અનિયત્વનું નિમિત્ત પર્યાય છે. | ભિન્ન નિમિત્તાવાળાં પરસ્પર વિરોધી તત્ત્વો પણ એક સાથે રહી શકે છે, એક વસ્તુમાં રહી શકે છે. આત્મામાં નિત્યત્વ દ્રવ્ય-નિમિત્તે છે, અનિત્યત્વ પર્યાય-નિમિત્તે છે.
'भिन्ननिमित्तत्वाच्च न सहावस्थानलक्षणो विरोधः ।' કહો, સર્વજ્ઞ સિવાય આ વાસ્તવિકતા કોણ બતાવી શકે? સર્વજ્ઞવાણીના રસાયણમાં એવાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું છે, કે જે એનું સેવન કરે છે, તે અજર અને અભય બને છે.
૪. સર્વજ્ઞવાણીના રસાયણનું પૃથકકરણ કરીને, એ રસાયણની ઉપાદેયતા સિદ્ધ કરી. “આ રસાયણ પ્રયોગસિદ્ધ છે. તમારા ઉપર અજમાયશ કરવા આ રસાયણ બતાવતો નથી, આ રસાયણનું સેવન કરીને અસંખ્ય મનુષ્યો અજર અને અભય બન્યા છે. તમે પણ તમારા આત્માને અજર-અભય બનાવવા આ રસાયણનું સેવન કરો.”
ભગવાન ઉમાસ્વાતિ એવા જીવાત્માઓને આ રસાયણનું સેવન કરવાની પ્રેરણા આપી રહ્યા છે કે જેમને વૃદ્ધાવસ્થા દ્ધ નથી જોઈતી, જેમને વારંવાર મોતના ડાચામાં નથી ચવાઈ જવું, વૃદ્ધત્વ અને મૃત્યુથી જેમને છુટકારો મેળવવા છે. આ રસાયણ ચોક્કસ વૃદ્ધત્વને સદાકાળ માટે દૂર કરે છે, આ રસાયણ કાયમ માટે મૃત્યુનો ભય દૂર કરી દે છે.
સર્વજ્ઞવાણીને વિધિપૂર્વક સેવવામાં આવે, આરાધવામાં આવે તો આત્મા અશરીરી બને છે, શરીરના બંધનથી મુક્ત બને છે. શરીર જ નહીં, પછી વૃદ્ધાવસ્થા કોની!! શરીર જ નહીં, પછી ભય ફાનો!! સર્વજ્ઞવાણીનું રસાયણ આત્મામાં ઘર કરી ગયેલા કર્મરોગને ખોદી-ખોદીને બહાર કાઢે છે. સુક્ષ્મમાં સૂક્ષ્મ કર્મવિકારોનું મૂળથી નાબૂદ કરે છે.
પરંતુ આ રસાયણનું તમારે એના વિશેષજ્ઞના માર્ગદર્શન મુજબ સેવન કરવું પડશે. જો મનમાની રીતે સેવન કરશો તો તે ફૂટી નીકળશે. આ રસાયણનાં વિશેષજ્ઞ હોય છે. આગમ-શાસ્ત્રજ્ઞ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપુરુષો. ગમે તે આચાર્ય નહીં, ગમે તે ઉપાધ્યાય કે સાધ ન ચાલે. માત્ર પદવીધર ન
For Private And Personal Use Only