________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રશમરતિ તમારો એક નિશ્ચય અવિચલ રાખજો : ‘આ વિષયો આ વર્તમાન જીવનમાં અને મૃત્યુ પછીના પરલોકના જીવનમાં....ઉભય લોકમાં અહિતકારી છે....અનેક અનર્થોનાં કારણ છે. અનેક દુઃખો અને વેદનાઓનાં મૂળ છે.
આ નિશ્ચય કરીને, તમે એક જ કામ કરો : આગમોનું અધ્યયન કરો. શાસ્ત્રોનો અભ્યાસ કરો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના ધર્મશાસનમાં અનેક આગમો છે; અનેક શાસ્ત્રો છે, ગ્રન્થો છે. તમે એના અધ્યયનમાં પરોવાઈ જાઓ!
આ શાસ્ત્રો અને ગ્રન્થો અનેક વિષયોના છે. તમે રસાનુભૂતિ કરી શકો, જેના અધ્યયન-પરિશીલનમાં તમે ખૂબ આનંદ અનુભવી શકો, એવા ગ્રંથો તમે પસંદ કરો. તમને ગણિતનો વિષય ગમતો હોય તો “ગણિતાનુયોગના શાસ્ત્રો પસંદ કરો. તમને ‘દ્રવ્યાનુયોગ' નો વિષય ગમતો હોય તો દ્રવ્યાનુયોગના ગ્રન્થો પસંદ કરો. તમને આચાર-વિચારનું પ્રતિપાદન કરનારા ગ્રન્થો વાંચવા પ્રિય હોય તો “ચરણકરણાનુયોગ'ના ગ્રન્થો પસંદ કરો. આ ત્રણ પ્રકારના ગ્રન્થો તમને ન સમજાતા હોય તો તમે કથાનુયોગ'ના સેંકડો ગ્રન્થોના વાંચનમાં ડૂબી જાઓ!
વિષયોના વમળોમાં ફસાઈ ગયેલા તમારા મનને... તમારા ચિત્તને ઉગારી લેવાનો આ એક જ અદ્ભુત ઉપાય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવંતે “સ્વાધ્યાય'ને શ્રેષ્ઠ તપ કહ્યો છે.
“સન્નાયામો તવો નલ્થિ' સ્વાધ્યાય સમાન તપ નથી!
આવા ઉત્તમ ગ્રન્થોના વાંચન, મનન અને પરિશીલનમાં તમે ડૂબી જાઓ. શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન એવા પ્રાજ્ઞપુરુપાનાં પાવન ચરણોમાં વિનમ્રભાવે બેસીને તમે આવા ગ્રન્થોનું અધ્યયન કરો. એકાગ્રચિત્તે અધ્યયન કરો. મનને એ જ્ઞાનકુંડમાં ઝબોળી રાખો. તત્ત્વામૃતથી મનને સદેવ ભીંજાયેલું રાખો. વિષયસ્પૃહાની આગ, એ તસ્વામૃતથી ભીના-ભીના મનને સ્પર્શી જ નહીં શકે.
સ્વાધ્યાયનાં પાંચ અંગો : વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથામાં પરોવાયેલા મનમાંથી વિપયસ્પૃહા ભાગી જાય છે. ભલેને પછી સ્વર્ગની અપ્સરાઓનાં સંગીત રેલાય, રંભા અને ઉર્વશીનાં રૂપ સામે આવે, નંદનવનની ખુબૂઓ ચારેબાજુ ફેલાય, પડ્રેસનાં ભોજન પીરસાય કે મખમલનાં બિછાનાં પથરાય..... તમારું મન જરાય આકર્ષાશે નહીં. ભોસકિત મનમાં જરાય પ્રવેશી શકશે નહીં.
For Private And Personal Use Only