________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ વિચારધારા વહેતી રહો.
૧૭૭ આ બંને કામની સફળતા માટે ઉપાય બતાવી દીધો : શુભ વિચારોની અવિરત ધારા! પવિત્ર વિચારોનું સાતત્ય!
પરંતુ, શુભ વિચારો સતત નથી ટકતા... તે ટકાવવા શું કરીએ આ મૂંઝવણનો ઉકેલ હવેના શ્લોકમાં ગ્રંથકાર આપે છે.
तत्कथमनिष्टविषयाभिकाक्षिणा भोगिना वियोगो वै।
सुव्याकुलहृदयेनापि निश्चयेनागमः कार्यः ।।१०५ । । અર્થ : અનિષ્ટ વિષયોની આકાંક્ષાવાળા (તેથી) અત્યંત વ્યાકુલ હૃદયવાળા ભોગાસક્ત જીવાત્માનો (વિપયાથી) કેવી રીતે વિયોગ થાય? નિશ્ચયથી (આ વિષયો આ લોકમાં અને પરલોકમાં નુકસાન કરનારા છે, એમ જાણીને) આગમનો (જિન-પ્રણીત શાસ્ત્રોનો) અભ્યાસ કરવો જોઈએ.
વિવેદન : વિષસમા વિષયોની તીવ્ર સ્પૃહા, અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિની સ્પૃહા, પ્રાપ્ત વિષયોના સંરક્ષણની તત્પરતા અને વિષયોના ઉપભોગની સતત વાસના..... તમારા મનને-હૃદયને વ્યાકુળ બનાવે ! હૃદયને વ્યાકુળ.....
વિદ્વળ અને સંતપ્ત બનાવે તે વિષયોને ઇષ્ટ કેમ કહેવાય? એવા અનિષ્ટ વિષયોના સંપર્કમાં હૃદય સતત વ્યાકુળતા અનુભવે છે, છતાં તમે એનો સંયોગ ઇચ્છો છો? એ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોની અભિલાષાઓએ તમારા પવિત્ર હૃદયમંદિરને કેવું ગંદુ, કેવું જુગુપ્સનીય કરી નાંખ્યું છે, એ તો જુઓ.
પણ તમે કેવી રીતે જોઈ શકો તમારા હૃદયમંદિરને? તમે અત્યન્ત ભોગાસન બન્યા છો. ભોગાસક્તિએ તમને અશક્ત બનાવી દીધા છે. તમારું મન સારાસારનો, ઇષ્ટાનિષ્ટનો વિચાર કરવામાં અશક્ત બની ગયું છે. ચિંતન-મનનની શક્તિ તમે ગુમાવી દીધી છે. વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે.
તે છતાંય, જે સવિચારોનું એકાદ કિરણ તમને મળી ગયું છે, તમારા મનમાં આટલો પણ વિચાર ઉદ્દભવ્યો છે કે : “મારું હૃદય ઇંદ્રિયોના વિષયમાં અત્યન્ત ભોગાસક્ત છે, હું કેવી રીતે એ વિષયોનો ત્યાગ કરું ? એ વિષયોથી હું કેવી રીતે અલિપ્ત રહી શકું?'
ચિંતા ન કરો, તમારું આંતરમન એ વિષયોના વળગાડથી છૂટવા ઝંખે છે ને? તમારી આંતરચેતના એ વિષયોની વિષમતા સમજી ગઈ છે ને? તો તમે મુક્ત થઈ શકશો એ વળગાડથી મન, વચન અને કાયાથી તમે મુક્ત થઈ શકશો! જરાય ચિંતા ન કરો.
For Private And Personal Use Only