________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રશમરતિ હોય, જુદા જુદા ઉપાય હોઈ શકે, ગમે તે ઉપાય કરો, પર શુભ વિચારધારાને નિરંતર વહેતી રાખો.... અલિત ગતિથી વહેતી રાખો!
પાંચ ઇંદ્રિયોની અમાપ શક્તિને નાથવા માટે, નિરંતર ઉછાળા મારી રહેલી એ ઇંદ્રિયોને શાન્ત-પ્રશાન્ત કરવા માટે પણ પવિત્ર વિચારોનું પ્રચંડ બળ જોઈએ. વિચારોના પ્રચંડ બળથી જ ઇન્દ્રિયોની અમાપ શક્તિઓને નાથી શકાય છે. ઇન્દ્રિયોના ઉન્માદ શાન્ત પાડી શકાય છે.
આનો ફલિતાર્થ એ છે કે સક્રિયાઓના સાતત્ય સાથે સદ્વિચારોનું સાતત્ય હોવું અનિવાર્ય છે. વિચારોનો પવિત્ર ગંગાપ્રવાહ આત્મભૂમિ ઉપર વહેતો રહેવો જોઈએ. સક્રિયાઓની પ્રચુરતા જીવનમાં આ માટે જ આવશ્યક છે. સદ્દવિચારોની અવિરત ધારા વહેતી રાખવા માટે જ વિવિધ ધર્મક્રિયાઓ કરવાનો ઋષિ-મહર્ષિઓએ ઉપદેશ આપેલો છે.
દેશ, કુળ, શરીર, જ્ઞાન.....આદિની વિષમતાઓ.....અનન્ત વિષમતાઓની વચ્ચે પણ સર્વિચારની ધારા અલન ન પામે, શુભ પરિણામોનું ખળખળ વહેતું ઝરણું સુકાઈ ન જાય.... તે માટે સતત જાગ્રત રહેવું પડે, સતત પ્રયત્નશીલ રહેવું પડે. એ ક્યારેય ન ભૂલશો કે રાગ-પની આગ શુભ વિચારોની અવિરત જલધારાથી જ બુઝાવાની છે! એ વાત સદવ સ્મૃતિમાં રાખશો કે પાંચ ઇન્દ્રિયોની ઉપશાન્તિ પવિત્ર પરિણામોના સાતત્યથી જ થવાની છે, આના સિવાય બીજા લાખ ઉપાય ભલે કરવામાં આવે, પરિણામ શુન્યમાં આવશે.
તપ, જપ, પૂજા-સેવા, વ્રત-નિયમ... વગેરે ધર્મક્રિયાઓ કરવાનો ઉપદેશ જ્ઞાની પુરુષોએ આ માટે જ આપેલો છે કે આ બધી પવિત્ર ક્રિયાઓમાં મન જોડાયેલું રહે તો ગંદા, અશુદ્ધ અને અપવિત્ર વિચારોથી મન બચી જાય. તે તે ક્રિયાને અનુરુપ શુભ, સ્વચ્છ અને પવિત્ર વિચારોમાં મન ગુંથાઈ જાય, ધર્મક્રિયાઓ કરતી વખતે જો ધર્મધ્યાન અખંડિત રહે તો પાપક્રિયાઓ કરતી વખતે પણ અંતરાત્મા જાગ્રત રહેવાનો અને વિચારોને અપવિત્ર નહીં બનવા દેવાનો! ક્રિયા ભલે પાપની હોય, વિચારો પવિત્ર જ રહેવાના!
ગ્રંથકાર મહર્ષિ ભાર દઈને ઉદ્દબોધે છે કે : ગમે તે ઉપાય કરો, તમને ગમે તે ઉપાય કરો........પણ રાગ-દ્વેષનો ત્યાગ કરો! પાંચ ઇન્દ્રિયોને શાન્ત કરો! અર્થાતુ રાગ-દ્વેષની આગથી બળી રહેલા મનને બચાવી લો. પાંચ ઇન્દ્રિયોના રવાડે ચઢી ગયેલા મનને પાછું વાળી લો...ઇન્દ્રિયો સાથે જામી ગયેલી મનની મિત્રતાને તોડી નાંખો.
For Private And Personal Use Only