________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮_
પ્રશમરતિ ૩, સંવેદની ધર્મકથા ૪, નિર્વેદની ધર્મકથા
ધર્મોપદેશ કે ધર્મનો ઉપદેશ આપતા ખૂબ કાળજી, ચીવટ અને જાગૃતિ રાખવાની હોય છે. સંસારમાં રહેલા જીવોને મોક્ષમાર્ગ તરફ આકર્ષવા, એ માર્ગે ચઢાવવા-ચલાવવા અને એમનાં આંતર ઉત્સાહને ટકાવી રાખવા મુનિજનો ઉપરની ચાર ધર્મકથાઓ કરતા રહે.
આક્ષેપણી : તમારે શ્રોતાઓની અભિરુચિ સમજવી જોઈએ. જો શ્રોતાઓ વીરરસને પસંદ કરનારા હોય તો તમારે ધર્મકથાનો પ્રારંભ કોઈ વીરરસપાપક કથાથી કરવો જોઈએ. જો શ્રોતાઓનો સમૂહ શૃંગારરસ કે અભુત રસની અભિરુચિવાળો હોય તો તમારે તે તે રસના પ્રવાહમાં શ્રોતાઓને લઈ જવા જોઈએ કે જેથી તેઓ આળસ, કંટાળો અને થાક ખંખેરીને તમારી તરફ અભિમુખ બની જાય. તમારી કથામાં ધર્મોપદેશમાં તેમની રસવૃત્તિ જાગ્રત થાય. આક્ષેપણનો અર્થ છે આવર્જન! શ્રોતાઓને આવર્જિત કરવા જોઈએ સહુ પ્રથમ વિક્ષેપણી :
શ્રોતાઓ જ્યારે તમારી વાણીના પ્રવાહમાં વહેવા લાગે ત્યારે તમે વૈષયિક સુખોની નિઃસારતાનું, વૈષયિક સુખ-ભોગનાં દારુણ પરિણામનું અને સંસારપરિભ્રમણની દુઃખદાયિતાનું એવું વર્ણન કરજો કે શ્રોતાઓનાં હૈયાં હચમચી ઊઠે. વૈષયિક સુખો પ્રત્યે તીવ્ર વૈરાગ્યભાવ જન્મી જાય.
એવી રીતે, તે તે કાળમાં પ્રવર્તતા ઉન્માર્ગોનું એવું કલાત્મક ખંડન કરવું જઈએ કે શ્રોતાઓના હૈયામાંથી ઉન્માર્ગોનો રાગ ધોવાઈ જાય અને સન્માર્ગનો. પક્ષપાત સ્થાપિત થઈ જાય, “આ ધર્મકથાકાર મુનિવર પોતાના ધર્મના પક્ષપાતી છે અને અન્ય ધર્મોના નિદક છે. આવા દુર્ભાવ શ્રોતાઓના હૃદયમાં ન આવી જાય, એ રીતે વિક્ષેપણી ધર્મકથા કરવાની છે. મિથ્યા વૈપયિક સુખોની ઋહાને વિક્ષિપ્ત કરી નાંખનારી, મિથ્યા ઉન્માર્ગોના આકર્ષણને વિક્ષિપ્ત કરી નાંખનારી ધર્મકથા ‘વિક્ષેપણી” કહેવાય.
આ વિક્ષેપણી-ધર્મકથા કરતાં, તમારા હૈયે શ્રોતાઓ પ્રત્યે માતાના જેવું વાત્સલ્ય હોવું જોઈએ. તમે અર્થ-સ્પૃહા અને કામ-લાલસાનું ધારદાર શબ્દોમાં ખંડન કરતા હો, છતાં શ્રોતાઓને તમારી વાણીમાં માતૃવાણીનો પ્રેમાળ રણકો
For Private And Personal Use Only