________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ધર્મકથા
૩૨૯
સાંભળવા મળે! તેમના કાનોને ગમી જાય અને એમના મનને આલ્લાદિત કરી જાય - એવી વાણીમાં ધર્મોપદેશ આપવાનો છે. સાથે સાથે, વક્તાના હૃદયમાં વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતો જાય! તત્ત્વબોધ સ્પષ્ટ અને ઊંડો બનતો જાય! શુભ ભાવોમાં ભરતી આવતી જાય...! ધર્મકથા કરવાની છે આ માટે! માત્ર જનમનોરંજન કરવા માટે નહીં. મુનિ જે કાંઈ ધર્મકથા કરે, તેમાં પહેલા શ્રોતાએ પોતે બને! વક્તાની પોતાની વૈયિક સુખોમાં અનાસક્તિ વધતી હોય અને જિનવચનો આત્મસાત્ થતાં જાય, એ રીતે ધર્મકથા કરે.
સંવેદની :
શ્રોતાઓને વાસ્તવિક દુઃખોથી પરિચિત કરીને, ભયનું સંવેદન કરાવે તે સંવેદનની-ધર્મકથા કહેવાય.
સંસારની ચાર ગતિ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ,-આ પ્રમાણે છે. ચારમાંથી એકેય ગતિમાં સુખ નથી, શાન્તિ નથી. સંસારની એક એક ગતિમાં નર્યું દુ:ખ ભરેલું છે!
૧. નરકગતિમાં જીવોને ઘોરાતિયાર વેદનાઓ સહેવી પડે છે. ભયાનક ગરમી અને અસહ્ય ઠંડી..! નિરંતર શરીરનાં છંદન-ભેદન...! નિરંતર વેદના જ વેદના...એક ક્ષણ પણ વેદના વિનાની પસાર ન થાય. આવી રીતે ઓછામાં ઓછાં દસ હજાર વર્ષ તો પસાર કરવાં જ પડે! ધાર હિંસા, તીવ્ર રૌદ્રધ્યાન...આદિ ક૨વાથી નરકગતિમાં જન્મવું પડે છે.
૨. તિર્યંચય્યનિમાં પશુ...પક્ષી આદિ) પણ ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા, વાહન-તાડન-દમન-ઈદન...આદિ દુઃખોનો પાર નથી હોતાં. પરવશપણે...પરાધીનપણે જીવનપર્યંત ધોર ત્રાસ સહવાના હોય છે...
૩. મનુષ્ય ગતિમાં તાં પ્રત્યક્ષ જોઈ શકાય છે-દુઃખો અને વેદનાઓ! કોઈને અંધાપો છે...કોઈ લંગડાં છે...કોઈ બહેરાં છે...કોઈ ગાંડાં છે...કોઈ જડ છે...! અસંખ્ય રોગોથી પીડાતા...કરાસતા કરોડો માનવો છે..જેઓને શારીરિક દુઃખો નથી તેઓ માનસિક અનેક દુ:ખોને ભોગવતા હોય છે. પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગની ચિંતાઓ, નિર્ધનતા-દરિદ્રતાના વલોપાતો, શત્રુભય-રાજભય આદિ ભર્યોનો ફફડાટ...આ બધામાં ક્યાં છે સુખ? ક્યાં છે શાન્તિ?
૪. દેવગતિમાં પણ દુઃખો હોય છે, તે દુ:ખો માનસિક હોય છે. મનમાં દુ:ખોની પીડાનો પાર નથી હોતો. બીજા દેવાનો વિશેષ વૈભવ જોઈને મન બળે છે. મોટા દેવોની આજ્ઞાથી અશ્વ, મયૂર, બળદ આદિ પશુઓનાં રૂપ કરવાં પડે
For Private And Personal Use Only