________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३८८
પ્રશમરતિ
અનિવૃત્તિકરણના કાળમાં પણ સ્થિતિઘાત, ૨સઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબંધની સૂક્ષ્મ ક્રિયાઓ થાય છે. વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ ક્રિયા થાય છે. ‘અંતરકરણની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ‘અંતરકરણ' ના ફાળમાં મિથ્યાત્વનો ઉદય હોતો નથી એટલે જીવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં કહ્યું છે કે ‘ઉખર ભૂમિ |ઘાસ રહિત| પર વનની આગ જેમ સ્વયં બુઝાઈ જાય છે તેવી રીતે ‘અન્તરકરણ'માં મિથ્યાત્વનો અગ્નિ શાન્ત થઈ જાય છે એટલે જીવ ઉપશમ-સમક્તિ પામે છે.'
સમ્યગ્દર્શન, આટલી સૂક્ષ્મ આન્તરિક પ્રક્રિયામાંથી પસાર થયા પછી જીવને પ્રાપ્ત થાય છે.
જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય છે ત્યારે ‘આ જ તત્ત્વો સાચાં છે,' તેવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે.
સમ્યગ્દર્શન બે રીતે પ્રગટ થાય છે : નિસર્ગથી અને અધિગમથી,
કોઈ આત્માને સમ્યગ્દર્શનના આવિર્ભાવ માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે. કોઈ આત્માને બાહ્ય નિમિત્તની અપેક્ષા નથી રહેતી. બાહ્ય નિમિત્તની અપેક્ષાએ જે સમ્યગ્દર્શન પ્રગટે તેને ‘અધિગમ સમ્યગ્દર્શન' કહેવાય અને બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના જે સમ્યગ્દર્શન પ્રગટે તેને ‘નિસર્ગ-સમ્યગ્દર્શન' કહેવાય.
બાહ્ય નિમિત્તો અનેક પ્રકારનાં હોય છે, વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને કોઈનું આધ્યાત્મિક જાગરણ થાય, તો કોઈને સદ્ગુરુનાં દર્શન કરતાં આધ્યાત્મિક ચેતના જાગી જાય. કોઈને શાસ્ત્રોનું અધ્યયન કરતાં કરતાં, કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં સમ્યગ્દર્શન પ્રગટી જાય.
બાહ્ય નિમિત્ત વિના, ક્યારેક આત્મપરિણામ શુદ્ધ થઈ જતાં, રાગદ્વેષની તીવ્રતા મટી જાય અને સત્યનો પ્રકાશ લાધી જાય! તનિશ્ચય થઈ જાય. પરંતુ આ તત્ત્વચિ અને તત્ત્વનિર્ણય માત્ર આત્મતૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે હોય, કોઈને ધન-પ્રતિષ્ઠા આદિ સાંસારિક વાસના માટે તત્ત્વજિજ્ઞાસા હોય તો તે સમ્યગ્દર્શન નથી.
આત્મામાં સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય એટલે પાંચ વિશેષ ગુણો થોડાવત્તા પ્રમાણમાં પણ પ્રગટ થાય. તે ગુણો છે : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્ય.
For Private And Personal Use Only