________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પ્રશમરતિ કામ પડતાં મૂકીને પાણી ભરી લો!' કારણ કે પાણી વિના ચાલે એમ નથી, આ વાત બરાબર સમજાયેલી છે. જ્યાં ગમે ત્યારે “લાઈટ ચાલી જતી હોય છે. ત્યાં, જ્યાં સુધી લાઈટ છે ત્યાં સુધી ઘરનું કામ પતાવી લો! વાંચવાનું વાંચી લો!” ચંચળ વસ્તુ જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી લેવામાં માણસો સાવધાન હોય છે. “અત્યારે તેલ સસ્તુ છે, ખરીદી લો. ગમે ત્યારે તેલ મોંઘું થઈ શકે છે.... સોંઘવારી ચંચળ છે! જ્યાં સુધી છે, કામ કરી લો!'
અત્યારે શરીર નીરોગી છે, કોઈ રોગ નથી. પાંચેય ઇન્દ્રિય કાર્યક્ષમ છે, કોઈ ઇન્દ્રિય શિથિલ નથી. ધર્મપુરુષાર્થ કરી લો. તપશ્ચર્યા કરી લો, સેવાભક્તિ કરી લો. જ્ઞાન અને ધ્યાન કરી લો! શરીરમાં જ્યારે રોગ પેદા થશે, ઇન્દ્રિયો શિથિલ બની જશે ત્યારે ધર્મ પુરુષાર્થ નહીં થઈ શકે. આ યથાર્થતાથી જ્ઞાની પુરુષ પૂર્ણ પરિચિત હોય. તેની કલ્પનાસૃષ્ટિમાં સનત્કુમાર ચક્રવર્તી જેવાં પાત્ર વિચારતાં જ હોય. સ્નાન કરતી વખતે શરીરમાં એકેય રોગ નહીં અને રાજસભામાં આવીને સિંહાસન પર બેસે છે કે શરીરમાં એક સાથે સોળ સોળ રોગ! અત્યારે પણ શું આવી રીતે અણધાર્યો હુમલો રોગોનો નથી થતો? રાત્રે સૂતો ત્યારે સાજ-સારો અને સવારે ઊઠે છે ત્યારે ગળું બંધ! નર્થી બોલાતું, નથી કંઈ ગળે ઊતરતું. દુકાનથી નીકળીને ઘરે આવવા નીકળે છે. ત્યારે નખમાંય રોગ નહીં અને ઘરનાં પગથિયાં ચઢતાં જ ઢળી પડે છે...હાર્ટફઈલ! ગાડીમાં બેસે છે ત્યારે હસતો ને ખીલતો હોય છે..... અને ઊતરે છે માત્ર એનું પ્રાણ વિનાનું ફ્લેવર!
આરોગ્ય ચંચળ અને આયુષ્ય પણ ચંચળ, ક્યારે કાળનો ઝપાટા લાગે અને આ દેહ છોડી જવો પડે આત્માને અજ્ઞાની જીવાત્માને ખબર નથી પડતી. એને એટલી ખબર પડી શકે કે “મૃત્યુ ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે !' તો એ આત્મહિતની સાધનામાં પ્રતિપળ સાવધાન રહે. જેમ આરોગ્ય અને આયુષ્ય અસ્થિર છે, તેમ શરીરની શક્તિઓ પણ અસ્થિર છે. સવારનો બળવાન પુરુષ સાંજે નિર્બળ બની જતો નથી જોયો? વિશ્વમાં “ચેમ્પિયન' બનેલા પહેલવાનોને ટાંટિયા ઘસી ઘસીને જિંદગી પૂરી કરતા નથી સાંભળ્યા? માટે જ્યાં સુધી શરીરમાં બળ છે, શક્તિ છે, ત્યાં સુધી આત્મશુદ્ધિનું કાર્ય કરી લેવા માટે એ મહાત્મા તત્પર હોય છે.
સાધુઓ, શ્રમણ તો પરિભ્રમણશીલ હોય. દરેક ગામમાં, દરેક નગરમાં તેમને ધર્મ-આરાધના માટે અનુકૂળ નિવાસ, ભિક્ષા, પધાદિ ન મળે, અનુકૂળ વાતાવરણ ન મળે. જ્યારે એ મળ્યું હોય ત્યારે સમાદિના ધર્મપુરુષાર્થમાં પ્રમાદ,
For Private And Personal Use Only