________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય
૩૧૩ માનસિક અસત્ય આચરનાર મુનિ ક્યારે ને ક્યારે વાચિક અસત્ય અને કાયિક અસત્ય આચરી બંસવાના જ. એટલે મોક્ષમાર્ગના આરાધકે આ સાવધાની સતત રાખવી જોઈએ કે મનમાં અસત્ય ન વાગોળાઈ જાય!
૪. વાચિક અસત્યને સર્વાગીણ રીતે વર્જવાનું છે અને તે માટે વાચિક અસત્યને વિસ્તારથી સમજવું જોઈએ.
(i) બીજી વ્યક્તિમાં રહેલા ગુણોને તમે જો છુપાવો છો અને તમારામાં રહેલા દોષોને છુપાવો છો, તો તે પહેલા પ્રકારનું અસત્ય છે.
(ii) બીજી વ્યક્તિમાં જે દોષ નથી તે તમે બોલો છો અને તમારામાં જે ગુણ નથી તે ગુણ બતાવો છો, તો તે બીજા પ્રકારનું અસત્ય છે,
(iii) તમે સાચું બોલો છો, પરંતુ જે તે કડવું બોલો છો, બીજાને ન ગમે તેવું બોલો છો તો તે ત્રીજા પ્રકારનું અસત્ય છે.
(iv) તમે સાચું બોલો છો, પરંતુ કર્કશ-કઠોર બોલો છો, તો તે ચોથા પ્રકારનું અસત્ય છે.
(v) તમે સાચું બોલો છો, પરંતુ જો તે સાવધ છે-પાપયુક્ત છે તો તે પાંચમું અસત્ય છે.
હે મુનિવરો, તમારે આ પાંચેય પ્રકારનાં અસત્યોને વર્જવાનાં છે અને સત્ય જ બોલવાનું છે. તમે ક્યારેય સાચી વાતને છુપાવો નહીં. જૂઠી વાત બોલ નહીં, કોઈ લોભથી. ક્રોધથી, ભયથી કે હસવાથી અસત્ય ન બોલાઈ જાય; તેની પૂરી તકેદારી તમારે રાખવાની છે. એવી રીતે સાચી વાતને છુપાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
તમે મુનિ છો, તમારી વાણી મધ જેવી મીઠી જોઈએ. સત્ય મીઠું હશે તો લોકોને ગમશે, લોકોને ભાવશે, એટલે તમારી વાણીમાં હમેશાં મીઠાશ ભેળવતા રહો.
ક્યારેય પણ તમારી વાણીને ફર્કશ-કઠોર ન બનવા દેશો. તમારી વાણીમાં મૃદુતા જોઈએ. સ-રસતા જોઈએ, મુલાયમતા જોઈએ. તમારી સાચી અને સારી વાતો, હિતકારી-કલ્યાણકારી વાતો જો મૃદુ હશે, રસિક હશે, મુલાયમ હશે તો દુનિયા એ વાતો સ્વીકારશે.
છેલ્લી સાવધાની તમારે બોલતાં એ રાખવાની છે કે તમારી વાણી સાચી હોવા છતાં બીજાઓ માટે પાપપ્રેરક ન જોઈએ. તમારા માટે પાપકર્મ બંધાવે તેવી ન જોઈએ.
આવો સત્યધર્મ, મુનિજીવનનો શણગારરૂપ ધર્મ છે.
For Private And Personal Use Only