________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. તપશ્ચર્યા अनशनमूनोदरता वृत्तेः संक्षेपणं रसत्यागः। कायक्लेश: संलीनतेति वाह्यं तपः प्रोक्तम् ।।१७५ ।। અર્થ : અનશન, ઊણાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ પ્રમાણે બાહ્ય તપ કહેવાયા છે.
વિવેવન : ‘કર્મri તાપનાત તપ કર્મોને તપાવે-નાશ કરે, તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મજીવન અને મૃત્યુનાં દુઃખો જીવે ભોગવવાનાં રહે છે. - પરમ સુખમય મોક્ષદશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા જેમણે મુનિજીવન અંગીકાર કર્યું છે તેવા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચર્યાને સમુચિત સ્થાન આપવું જોઈએ. અર્થાત્ જીવનને તપોમય બનાવવું જોઈએ.
તપશ્ચર્યાના મુખ્ય ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. બાહ્ય તપ, અને ૨. અત્યંતર તપ, જે ત૫ બીજા મનુષ્યો જોઈ શકે તે બાહ્ય તપ કહેવાય છે, જે તપ બીજા મનુષ્યો જોઈ ન શકે તે અત્યંતર તપ કહેવાય છે. બંને તપના છ-છ પ્રકારો બતાવવામાં આવ્યા છે, આ કારિકામાં છ પ્રકારના બાહ્ય તપનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
૧. અનશન : એક ઉપવાસથી માંડીને છ મહિના સુધીના ઉપવાસની તપશ્ચર્યાને “અનશન' કહેવામાં આવે છે. “અનશન'નો બીજો અર્થ છે ત્રણ પ્રકારનાં મરણ. ૧, ભક્તપ્રત્યાખ્યાન ૨. ઇંગિની, અને ૩. પાદપોપગમન.
૨. ઊણોદરી સાધુએ સામાન્યતયા ૩૨ કોળિયાનો આહાર કરવાની વિધિ છે. તેમાં તેમણે કોળિયા ઘટાડતા જવું, તેનું નામ “ઊણોદરી તપ' છે. ઘટાડતાંઘટાડતાં આઠ કોળિયાનો જ આહાર કરે. - ૩, વૃત્તિ સંક્ષેપ : વૃત્તિ એટલે ભિક્ષા. ગૃહસ્થોના ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરવી એનું નામ વૃત્તિસંક્ષેપ તપ.
૪. રસત્યાગ : દૂધ, દહીં, માખણ, ગોળ, ઘી, આદિ વિકૃતિઓનો ત્યાગ કરવો તેને “રસત્યાગ' તપ કહે છે. - પ. કાયક્લેશ : કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવું, તડકામાં ઊભા રહી આતાપના કરવી, કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બની ઊભા રહેવું. વગેરે કાયકષ્ટો જાણીબૂઝીને સહન કરવાં.
For Private And Personal Use Only