________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
પ્રશમરતિ એક છેલ્લી મહત્ત્વની વાત કરી લઈએ. તમારે તમારા મનમાંથી પણ અસંયમના અધ્યવરયોનો ત્યાગ કરવાનો છે! અસંયમના એટલે સંયમવિરુદ્ધના વિચારોને મનમાંથી દૂર કરી દેવાના છે. આ ત્યાગ કરવો અનિવાર્ય છે...કારણ કે અસંયમના વિચારોથી મુક્ત થયેલું મન જ કર્મોનો નાશ કરવા સમર્થ બને છે! નિર્ચન્થ બનીને આત્માનું અપૂર્વ સુખ અનુભવતા રહો!
૭. રાજ્ય अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैव। सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ।।१७४ ।। અર્થ : અવિસંવાદ, કાયાની અકુટિલતા. મનની અકુટિલતા અને વાણીની અકુટિલતાસત્યના આ ચાર પ્રકાર છે અને આવાં સત્યધર્મ જિનમતમાં છે, અન્ય મતામાં નથી.
વિન : દશ પ્રકારના યતિધર્મમાં “સત્ય” સાતમો યતિધર્મ છે, અર્થાત્ મુનિધર્મ છે. મુનિએ અસત્યનો ત્યાગ કરવાનો હોય છે. માત્ર વાણીના અસત્યનો જ ત્યાગ નહીં, કાયાનું અસત્ય અને મનનું અસત્ય પણ ત્યજવાનું છે.
૧. સત્યનો પહેલો પ્રકાર છે અવિસંવાદી વચન. મુનિએ વિસંવાદી વાણી ઉચ્ચારવાની નથી...મુનિ ગાયને ઘોડો ન કહે અને ઘોડાને ગાય ન કહ! દિવસને રાત ન કહે અને રાતને દિવસ ન કહે. તત્ત્વને અતત્ત્વ ન કરે અને અતત્ત્વને તત્ત્વ ન કહે. જે વસ્તુ જે રૂપે હોય તે વસ્તુને તે રૂપે જ કહે.
અથવા, એક વ્યક્તિને એક વાત કહેવી અને બીજી વ્યક્તિને બીજી વાત કહેવી, એ રીતે બે વ્યક્તિઓની વચ્ચે પ્રીતિવિચ્છેદક કરાવવારૂપ વિસંવાદ પેદા ન કરવો જોઈએ. ઇરાદાપૂર્વક બે વ્યક્તિઓની વચ્ચે રહેલી સંવાદિતાને તોડવાનું કામ મુનિજન ન કરે.
૨, મુનિજનો કાયાથી અસત્ય ન આચરે, જુદા જુદા વેષ ધારણ કરીને જીવોને છેતરવાનું કામ ન કરે. ભિક્ષા, વસ્ત્ર, પાત્ર આદિ પ્રાપ્ત કરવા માટે એ જુદા-જુદા વેપ ધારણ ન કરે.
૩. મુનિજનો પોતાના મનમાં પણ બીજાને છેતરવાનો વિચાર ન કરે. એમને જે બોલવું હોય તે બોલતાં પહેલાં સમ્યગુવિચાર કરે. એવું એ ક્યારે પણ ન વિચારે કે જેથી બીજા જીવો ઠગાય. સંદિગ્ધ બોલવાનું ન વિચારે, હું આ રીતે બોલીશ તો લોકોને સાચી વાતનો ખ્યાલ નહીં આવે.. અને હું અસત્ય બોલું છું એમ પણ નહીં લાગે.” આવું વૈચારિક અસત્ય પણ મુનિ ન આચરે.
For Private And Personal Use Only