________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવચનનું અનુકીર્તન
૧૭
વિવેચન : પ્રશ્ન : જો મહાપ્રજ્ઞાવંત પુરૂષોએ પૂર્વે પ્રશમરસ-ઉત્પાદક અનેક શાસ્ત્રરચનાઓ કરેલી છે તો પછી આ પ્રશમરતિ‘ ની રચના કરવાની તત્પરતા શા માટે ? પ્રશમરસના રસિયા મુમુક્ષુઓએ જ શાસ્ત્રરચનાઓનો અભ્યાસ કરશે!'
ઉત્તર : તમારી વાત સાવ સાચી છે! સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવંતોની જે વાણીને ગણધરોએ સૂત્રબદ્ધ કરી, તે વાણીનું અનુકીર્તન જ આ ‘પ્રશમરતિ’ છે. માત્ર અનુકીર્તન! બીજું કંઈ જ નથી. અનુકીર્તન તો કરવું જ જોઈએ. જિનવાણીનું પુનઃ પુનઃ કીર્તન આત્મભાવને પુષ્ટ કરે છે; આત્મગુણોને સુદૃઢ કરે છે.
આ ગ્રંથમાં એ જ ભાવો છે કે જં સર્વજ્ઞ પરમાત્માએ કહેલા છે. આ ગ્રંથમાં એ જ પદાર્થો છે કે જે પ્રજ્ઞાવંત ગણધર ભગવંતોએ પ્રરુપેલા છે. એ ભાવોને, એ પદાર્થોને મેં અહીં અભિનવ શબ્દરચના દ્વારા માત્ર દોહરાવ્યા છે! કારણ કે અનુકીર્તનથી વિશિષ્ટ લાભ પ્રાપ્ત થાય છે.
હું એ બધું કરવા ચાહું છું કે જે કરવાથી કર્મોની નિર્જરા થાય, કર્મોનો ક્ષય થાય, કર્મોનો ક્ષયોપશમ થાય! મારૂં લક્ષ છેઃ કર્મ-નિર્જરા, મારું ધ્યેય છેઃ કર્મિનિર્જરા! હું કર્મનિર્જરાનો ભવ્ય પુરુષાર્થ કરવા કટિબદ્ધ થયેલો છું. અનંત અનંત કાળથી કર્મોના દારુણ પ્રભાવ નીચે દબાયેલો, રીબાયેલો... પીસાયેલા આત્મા હવે જાગ્યો છે; એ કર્મોને જ પીસી નાંખવા કૃતનિશ્ચયી બન્યો છે. ફર્મોનો સર્વથા ક્ષય કરી મારે આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, મારે વીતરાગસર્વજ્ઞ બનવું છે! તે માટે જિનવાણી-જિનવચન સિવાય કોઈ બીજો સહારો નથી, કોઈ ઉપાય નથી. ભલે એ જિનવાણીને મારા પૂર્વે થઈ ગયેલા મહામિનિષી આચાર્યોએ શાસ્ત્રમાં ગૂંથી લીધી હોય. હું એ શાસ્ત્રોને અવગણતો નથી, અમાન્ય કરતો નથી.... પરંતુ ‘એમની શાસ્ત્રરચનાઓ છે, માટે મારે શાસ્ત્રરચના ન કરવી,' આ વાત સ્વીકારી શકતો નથી, સ્વીકારી શકાય પણ નહીં. જિનવચનનું અનુકીર્તન કરવાનો મને અધિકાર છે ! કારણ કે તેથી કર્મનિર્જરા થાય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રના ગુણો પુષ્ટ થાય છે.’
ગ્રંથકારનું મંતવ્ય કેટલું માર્મિક છે! કેટલું ગંભીર છે! સંસારના વ્યવહારમાં પણ જુઓ! શું બજારમાં પહેલેથી બીજાઓની દુકાનો છે, માટે આપણે નવી દુકાન ન ખોલવી? જેને ધનસંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્ના છે અને દુકાન ખોલવાથી ધનપ્રાપ્તિ થવી અને નિશ્ચિત લાગે છે, તે બુદ્ધિમાન પુરુષ દુકાન ન ખોલે? શું પુરાણા પ્રસિદ્ધ કલાકારો હોય એટલે હવે બીજાઓએ કલાકાર ન બનવું? જેને કલાઓ પ્રિય છે અને કલાઓ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરવાની વાસના
For Private And Personal Use Only