________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્રશમરતિ અહીં ગ્રંથકારે બીજો વિકલ્પ પસંદ કર્યો છે! સજ્જન પુરુષો, કે જેઓ વ્યક્તિ અને સમષ્ટિ પર છવાયેલી છે, સહુના શ્રદ્ધેય છે, તેઓ દ્વારા આ ગ્રંથ સમષ્ટિ પાસે મોકલવા ચાહે છે!
તો શું તેઓ (ગ્રંથકાર મહર્ષિ) સ્વયં લોકપ્રિય ન હતા?" આપ પ્રશન ન પૂછશો! સજ્જન પુરુષોની આ જ વિલક્ષણતા છે! લોકપ્રિય વ્યક્તિ પણ અન્ય લોકપ્રિય વ્યક્તિઓના માધ્યમથી જ્યારે પ્રજાની વચ્ચે જાય છે, ત્યારે તેની લોકપ્રિયતા, શિષ્ટજનપ્રિયતા પ્રસિદ્ધિના શિખરે પહોંચી જાય છે!
લોકપ્રિય સજ્જનોના સમૂહમાં, વિદ્વાન પુષ્પોના સમૂહમાં પણ પ્રિય બનવા માટે આપણે આપણા લોકપ્રિયતાના ખ્યાલને ત્યજી, આપણી શિષ્ટજનપ્રિયતા ત્યજી, એમની સમક્ષ વિનમ્ર બન્યા જ રહેવું જોઈએ અને તેથી જ વાચકશ્રેષ્ઠ ઉમાસ્વાતિજી વિદ્વત્સમૂહના શિરોમણિ બન્યા હતા? જુઓ તો ખરા એમની વિનમ્રતા! સજ્જનોને પિતા' કહી, પોતાની જાતને તોતલી વાણી ઉચ્ચારતો નાનકડો બાળક બતાવે છે!
સજ્જનોને, આ વિનમ્ર જ્ઞાની પુરુષે ગ્રંથની ઉપાદેયતા માનવા મજબૂર કરી દીધા! તેમને પ્રસન્ન કરીને, આસ્લાદ પમાડીને, હસાવીને ગ્રંથની માન્યતા પ્રાપ્ત કરી લીધી! નમ્રતાનું કામણ ખરેખર, અચૂક અસર કરતું હોય છે. જ્ઞાની પુરૂષો તો નમ્રતાની નયનરમ્ય મૂર્તિ જ હોય! માટે તો તેઓ સમગ્ર સંસારને મોહી લેતા હોય છે, સંસાર એમની સાથે પ્યાર કરતો હોય છે,
જાણે સાચે જ સજ્જન-પિતાઓને શિશુ-ઉમાસ્વાતિનાં કાલાં-કાલાં વચનો ગમી ગયાં! માટે તેઓએ સ્વીકારી લીધાં અને સાચવી રાખ્યાં... સેંકડો વર્ષોથી સજ્જનોની પરંપરા એને સાચવતી આવી, પ્રસારતી આવી અને સંભાળતી આવી! અને તેથી જ એ કાલા-કાલાં ને મીઠાં-મીઠાં વચનો મને ખૂબ ગમી ગયાં-માટે જ આ વિવેચન' લખું છું ને!!
જિનવચનનું અનુકીર્તન ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरेश्च परिकथिताः ।
तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टकरमेव ।।१२।। અર્થ : તીર્થકરો દ્વારા પ્રણીત (અર્થથી) જે જીવાદિ ભાવો (પદાર્થો) અને તેમના પછી ગણધરો દ્વારા તથા ગણધર-શિષ્ય દ્વારા પ્રરૂપિત જે ભાવ, તે પદાર્થોનું અનેક વાર અનુકીર્તન, જ્ઞાન-દર્શન ચરિત્રની પુષ્ટિ કરનાર જ (કર્મનિર્જરા કરનારું અને એ દ્વારા મોક્ષ આપનાર) બને છે.
For Private And Personal Use Only