________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મચિંતન-ભાવના
૨૮૭ વિવેચન : સહુ જીવોના આત્મહિત માટે, સહુ જીવોનાં આત્મકલ્યાણ માટે પરમ કૃપાનિધિ જિનેશ્વર ભગવંતોએ કેવો યથાર્થ ધર્મ બતાવ્યો છે! તીર્થકરોનું આત્મત્વ જ કેવું ઉત્તમ હોય છે! પરણિતરસિકતા તેઓના એક-એક આત્મપ્રદેશને ભીંજવી રહેલી હોય છે. જ્યારે જ્ઞાનદષ્ટિથી તેઓ વિશ્વના અનન્ત-અનન્ત જીવોને દુ:ખ, ત્રાસ અને સંતાપથી રિબાતા જુએ છે ત્યારે તેનું આત્મત્વ અનુકંપાથી ભીનું ભીનું થઈ જાય છે. “મારામાં એવી અપૂર્વ શક્તિ આવે તો આ સર્વ જીવોને સંસારનાં દુઃખોથી મુક્ત કરી પરમ સુખ...શાશ્વત્ સુખ પમાડી દઉં.”
આ સર્વ જીવોના કલ્યાણની ભાવનાને ફલવંતી બનાવવા તેઓ કેવી આકરી તપશ્ચર્યા કરે છે! કેવી ભવ્ય આરાધના ચારિત્રધર્મની, કૃતધર્મની અને શ્રદ્ધા ધર્મની કરે છે. તે શાસ્ત્રોમાં વાંચતાં વાંચતાં મારી આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ છે.
આ ભાવના અને આરાધનાના સંયોજનમાંથી તીર્થકરત્વનો જન્મ થયો! તેઓ તીર્થકર બન્યા...જન્મજાત વૈરાગી પ્રભુ સંસારનો ત્યાગ કરી, ઘાતી કર્મોનો નાશ કરવાની વીરતાપૂર્ણ તપશ્ચર્યા કરે છે. ઘાતકર્મો નાશ પામે છે અને તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી-સર્વશક્તિમાન વીતરાગ પરમાત્મા બની જાય છે, ઘાતીકમોના નાશ થતાં, રાગ-દ્વેષમાં આદિ સર્વદાપોનાં આમૂલ નાશ થઈ જાય છે. તેઓ આંતરશત્રુઓના વિજેતા બની જાય છે અને પછી જ, પૂર્ણજ્ઞાન અને પૂર્ણદર્શન વડે તેઓ જગતને ધર્મનો પ્રકાશ આપે છે.
વીતરાગ પ્રભુએ કેવો નિર્દોષ ધર્મ કહ્ય! કેવો કલ્યાણકારી ધર્મ બતાવ્યો! આચારમાર્ગ અને વિચારમાર્ગ-બંને માર્ગોનું કેવું દોષરહિત પ્રતિપાદન કર્યું! માર્ગાનુસારી જીવનની આચારસંહિતાથી માંડીને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધુની આચારસંહિતાનું સુરેખ, સુસંગત અને ક્રમબદ્ધ પ્રતિપાદન વાંચીને..સાચે જ, હૈયું ગદ્ થઈ ગયું. કોઈ પૂર્વાપરનો વિરોધ નહીં! સિદ્ધાન્તોથી વિપરીત કોઈ આચાર-વ્યવસ્થા નહીં!
જ્યારે, ઘર્મસિદ્ધાન્તોનું અધ્યયન-ચિંતન-પરિશીલન કરું છું ત્યારે કેવી જ્ઞાનાનન્દની અપૂર્વ અનુભૂતિ કરું છું! સ્યાદ્વાદ-અનેકાન્તવાદનો સિદ્ધાન્ત સાત નય અને સપ્તભંગીના સિદ્ધાન્તોનું મનન કરતાં કરતાં તો, આ સિદ્ધાન્તો બતાવનારા એ પૂર્ણજ્ઞાની જિનેશ્વરોને વારંવાર ભાવવંદના કરી લઉં છું.
પૂર્વદર્શાના તત્ત્વજ્ઞાનમાં કે પશ્ચિમના દેશોના તત્ત્વજ્ઞાનમાં ક્યાંય મેં આવા યથાર્થ સિદ્ધાન્તો જોયા નથી. દરેક પદાર્થનું આટલું બધું યથાર્થ વિશ્લેષણ કરનારી વિચારપદ્ધતિ અન્યત્ર જોઈ નથી.
For Private And Personal Use Only