________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦૧ તે કેવી રીતે ગ્રહણ કરે છે, એ વાત અહીં ગ્રંથકાર કરી રહ્યા છે. મુનિ નવકોટિશુદ્ધ ' ભિક્ષા ગ્રહણ કરે. અર્થાત્ નવ અંશથી તે ભિક્ષાની શુદ્ધિ તપાસ! ૧. ભજન માટે શ્રમણ સ્વયં કોઈપણ ત્રણ-સ્થાવર જીવની હિંસા કરે નહીં. ૨. બીજા મનુષ્યો પાસે હિંસા કરાવે નહીં. ૩. કોઈ પોતાના ભોજન માટે સ્વયં હિંસા કરતું હોય તેમાં મુનિ પોતાની અનુમતિ આપે નહીં. ૪, પોતાના માટે કે બીજા માટે મુનિ ભોજન રાંધે નહીં. ૫. બીજાઓ પાસે રંધાવે નહીં. ક, કોઈ સ્વયં રાંધતું હોય તેની અનુમોદના કરે નહીં. ૭. મુનિ ભોજન ખરીદે નહીં. ૮. બીજા પાસે ખરીદાવે નહીં. ૯. બીજો ખરીદતાં હોય તેની અનુમોદના કરે નહીં.
આ રીતે, પૂર્ણતાની પગદંડીએ ચાલ્યા જતા સાધકાને ભિક્ષા ન પણ મળે, તો તેઓ મનમાં ખેદ નથી કરતા. આ નવ અંશોમાં બે વિભાગ પડે છે. પહેલા છ અંશ અશુદ્ધ છે , પછીના ત્રણ અંશ શુદ્ધ છે. અર્થાત્ પહેલા છ અંશથી તો ભિક્ષા ગ્રહણ કરે જ નહીં. વિશેષ પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ અંશોથી ભિક્ષા ગ્રહણ કરી શકે.
પહેલા છ અંશોન “અશુદ્ધકોટિ' કહેવાય છે. પછીના ત્રણ અંશોને વિશુદ્ધ કોટિ', કહેવાય છે.
ઉગમ-શુદ્ધ' ભિક્ષા એટલે ‘આધાકર્મ' વગેરે સોળ દોષોને ટાળીને લાવેલી ભિક્ષા. આત્મશુદ્ધિના જાગ્રત લક્ષવાળો સાધક ગૃહસ્થોનાં ઘરોમાંથી ગમે તેમ ભિક્ષા ઉપાડી ન લાવે, ગૃહસ્થના ઘરમાં પડેલી ખાદ્યસામગ્રી અંગે એ વિચારે :
આ ભોજન કોના માટે બનાવેલું હશે? આ વિશિષ્ટ દ્રવ્યો શા માટે બનાવ્યાં હશે? આટલા પ્રમાણમાં શા માટે બનાવ્યું હશે?..' તે દાતાને આડકતરા પ્રશ્નો પૂછીને સત્યને સમજવા પ્રયત્ન કરે. પૂછતાછ કર્યા પછી અને યોગ્ય લાગે તો જ એ ભિક્ષા ગ્રહણ કરે.
એ જ રીતે, એ ભિક્ષા ગમે તે દાતા પાસેથી પણ ન લે! આપનાર કોણ છે, એનો પણ સાધુ વિચાર કરે. આપનારને શારીરિક કે માનસિક કષ્ટ ન પડે, એની પૂરી કાળજી રાખે. અર્થાત્ એ “ઉત્પાદન'ના ૧૬ દોષો ન લાગે, એ રીતે
For Private And Personal Use Only