________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ હજાર શીલાંગ
૪૩૧
સ્પષ્ટ બાંધ જોઈશે, સર્વજ્ઞભાષિત નવ તત્ત્વોની સમજણપૂર્વક જિનશાસનનો અવિહડ રાગ જોઈશે. શ્રદ્ધામાંથી નિર્ભયતા, શૂરવીરતા અને અડગતા જન્મવી જોઈશે.
૨. તમારી પાસે શાસ્ત્રજ્ઞાન જોઈશે. સૂત્રનું જ્ઞાન અને અર્થનું જ્ઞાન જોઈશે. શાસ્ત્રોના મર્મ સુધી તમારે પહોંચવું પડશે. તે માટે સતત એ શાસ્ત્રાર્થોનું ચિંતન-મનન કરતા રહેવું પડશે. શાસ્ત્રોથી, ગુરુ-પરંપરાથી અને આત્માનુભવથી તમારે તત્ત્વનિર્ણય કરવા પડશે.
૩. તમારે સર્વવિરતિ-સામાયિકમાં જીવનપર્યંત રહેવાનું છે. મન-વચનકાયાથી કોઈપણ પાપપ્રવૃત્તિ તમારે કરવાની નથી, કરાવવાની નથી કે અનુમોદના ક૨વાની નથી, અર્થાત્ તમારે પ્રતિપળ જાગ્રત રહેવાનું છે. કોઈ પાપ તમારા મન-વચન-કાયાને મલિન ન કરી જાય, તે માટે જાગ્રત રહેવાનું છે. સમતારસમાં તરબોળ બનતા જવાનું છે.
૪. તમારે બાહ્ય તપ અને અત્યંતર તપમાં ઉજમાળ બનવાનું છે. સુખશીલતા તમને પ્રમાદી ન બનાવી જાય...તે માટે સાવધાન રહેવાનું છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતાને, યોગ્ય કાર્બ અને યોગ્ય સ્થળે આરાધવાનાં છે. વિનય, પ્રાયઃશ્ચિત્ત આદિ અત્યંતર તપની આરાધનામાં અપ્રમત્ત રહેવાનું છે.
૫. ધ્યાનોપાસના તો શ્વાસોચ્છ્વાસમાં વણાઈ જવી જોઈએ. ધર્મધ્યાનમાં તમારા મનને જોડેલું રાખવાનું છે. જિનાજ્ઞાનું ચિંતન, પાપાચરણોનાં કટુપરિણામોનું ચિંતન, શુભાશુભ કર્મોના વિપાકોનું ચિંતન અને સમગ્ર ચૌદ રાજલોકમાં રહેલી જીવસૃષ્ટિનું ભિન્ન-ભિન્ન દૃષ્ટિએ ચિંતન કરવાનું છે. તમારી આસપાસ બનતી-રોજરોજ બનતી ઘટનાઓને આ ચિંતનદૃષ્ટિથી મૂલવવાની છે; દુનિયાની દૃષ્ટિથી નહીં. આ રીતે જો તમે ધર્મધ્યાનનો અભ્યાસ કરતા રહેશો તો એક ધન્ય દિવસે તમે શુક્લધ્યાન કરવા માટે શક્તિમાન બનશો.
૬. બાર ભાવનાઓનો સુદીર્ઘ અભ્યાસ કરીને તમારા વિચારોને ભાવનામય બનાવી દેવાના છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મસ્વાખ્યાત અને બોધિદુર્લભ-આ બાર ભાવનાઓ પ્રતિદિન ભાવવાની છે. મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્ય-આ ચાર ભાવનાઓને પણ હૃદયસ્થ કરવાની છે. આ ભાવનાઓના મનનથી જ તમે પ્રશમરસની અનુભૂતિ કરી શકશો, ભાવનાઓના મનન વિના જ્ઞાનીતપસ્વી પણ શાન્તિ અનુભવી શકતો નથી. 7 ભાવનયા વિના વિદુષામપિ शान्तसुधारसः'
For Private And Personal Use Only