________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
૬૫
એ પૂર્વે શ્રેણિક પણ શિકારનો ભારે રસિયો હતો. એને પણ હરણનો જ શિકાર કરવો ગમતા અને એ શિકારના રસમાં જ એણે નરકે જવાનું આયુષ્ય કર્મ બાંધી લીધું હતું. હરણના બદલે હરિણીની પાછળ સમ્રાટ પડ્યો હતો. હરિણી તીવ્રગતિએ ભાગી.... પણ હતી એ ગર્ભિણી. એ ઝાઝું ન દોડી શકી ને સમ્રાટનું સનનન કરતું તીર એના પેટમાં ખૂંપી ગયું.... પેટ ફાટી ગયું..... હરિણી મરી ગઈ, હરિણીનું બચ્ચું પણ તરફડીને મરી ગયું....મગધસમ્રાટ આ દશ્ય જોઈને નાચી ઊઠ્યો હતો. ‘એક તીરથી બેનો શિકાર કર્યો!' એ પાશવી નૃત્યનો શિરપાવ મળ્યો નરકગતિમાં ધકેલાઈ જવાનો.
જ્યારે સરળતાથી હરણ પકડાતાં ન હતાં, હરણમાંસના લોલુપીઓએ હરણનો સહેલાઈથી શિકાર કરવા, હરણની એક નબળી કડી શોધી કાઢી! હરણને સંગીતના સૂરો ખૂબ ગમે! સંગીતના સૂરોમાં એ હરણનું ટોળું એટલું તલ્લીન થઈ જાય છે કે એમની પાછળ છુપાઈને ઊભેલા યમદૂત જેવા શિકારીને એ જોઈ જ ન શકે. સંગીતની સૂરાવલી એમને એટલી બધી કર્ણપ્રિય લાગે! હરણોની આ સંગીતપ્રિયતાનો ગેરલાભ ઉઠાવ્યો બુદ્ધિમાન ગણાતા માનવોએ.
જંગલોમાં સંગીતકારો જવા લાગ્યા. સ્ત્રી-પુરુષોની એ સંગીતમંડળી એવા સ્થળે પોતાના પડાવ નાંખતી કે થોડે દૂર હરણોનું ટોળું હોય. ગીત, સંગીત અને નૃત્યની રમઝટ જામે..... મધુર ગીત! સૂરીલું સંગીત અને તાલબદ્ધ નૃત્ય! હરણો ધીરે ધીરે નજીક આવે..... સંગીતમંડળીના શ્રોતા બની એકરસ.... એકતાન થઈ સાંભળ્યા કરે. શિકારીઓની મંડળી..... એ નિર્દોષ હરણોની પાછળ બાણ ઉપર તીર ચઢાવીને તૈયાર ઊભેલી હોય. તેમનાં તીર છૂટે ને એક-બે હરણ જમીન પર ઢળી પડે..... બાકીનાં હરણો ભયભીત બની છલાંગો મારતાં ત્યાંથી ભાગી જાય.
પણ ‘એ હરણો શાથી વીંધાઈ ગયાં?' એ પ્રશ્ન ગ્રન્થકાર ઉમાસ્વાતિજી પૂછે છે! પોતે જ એનો જવાબ આપે છે : શ્રોત્રાવબદ્ધતાના કારણે! ગીત અને સંગીત એ શ્રવણેન્દ્રિયનો પ્રિય વિષય છે. એ પ્રિય વિષયમાં જ્યારે ભોળું હ૨ણ રસલીન બને છે, ક્રૂર શિકારીઓ એના પ્રાણ લઈ લે છે.
હા, આ સંસાર આવો છે. તમે ભલે આ વર્તમાન જીવનમાં કોઈ પણ જીવનું ન બગાડયું હોય, કોઈનું અહિત વિચાર્યું પણ ન હોય, છતાં તમારું જીવન કોઈ ખેદાનમેદાન કરી નાખે! તમારા ૫૨ દુ:ખ અને ત્રાસ વરસાવે. હરણો શું બગાડે છે. એ શિકારીઓનું? કંઈ નહીં, છતાં એ હરણોને વીંધી નાંખે છે પોતાના સ્વાર્થની ખાતર
For Private And Personal Use Only