________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
પ્રશમરતિ ૨. પરબ્રહ્મમાં મગ્ન એવા મહાત્માની સામે ગમે તેવી રૂપસુંદરીઓ આવીને ઊભી રહે, ગીત ગાય કે નૃત્ય કરે, છતાં એ મહાત્માના મનમાં કામવિકારનો એક ઝબૂકો પણ થતો નથી. મગધની નૃત્યાંગના કોશાના આવાસમાં વર્ષાકાળ વ્યતીત કરી રહેલા સ્થૂલભદ્ર મહામુનિની સામે પ્રતિદિન કોશા નૃત્યની રમઝટ બોલાવતી હતી, છતાં એ કામવિજેતા મહામુનિ મનથી પણ વિકારી નહોતા બન્યા. કામદેવનું એક પણ બાણ એમને વીંધી શક્યું ન હતું.
૩. આત્મભાવમાં દૃઢપણે સ્થિર રહેલા મહર્ષિને પ્રિયાપ્રિય વિષયમાં રતિઅરતિ ન હોય, હાસ્ય-ઉદ્વેગ ન હોય, ગોચરી માટે જઈ ચટેલા ઝાંઝરીયા મુનિની સામે એ શ્રીમંત છતાં પતિવિરહથી પીડાતી શ્રેષ્ઠીપનીએ ઓછા હાસ્યકટાક્ષ કર્યા હતા? છતાં મુનિરાજ અવિકારી રહ્યા હતા અને જ્યારે રાજમાર્ગ પર એ મહામુનિને એ નારીએ બદનામ કર્યા હતા ત્યારે પણ મુનિ ખેદ-ઉદ્વેગથી અલિપ્ત રહ્યા હતા.
૪. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત મુનિવરના હૈયે મત્સરનાં જાળાં બાઝેલાં શાનાં હોય? હજારો મુનિઓની ઉપસ્થિતિમાં જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે ધશાઅણગાર'ને શ્રેષ્ઠ સાધક વર્ણવ્યા હતા ત્યારે ઇન્દ્રભૂતિ, ગૌતમ આદિ ગણધરો અને મહામુનિઓ પુલકિત થઈ ગયા હતા. એમના ચિત્ત-ચન્દ્રમાને મન્સરનો રાહુ ગ્રહી શક્યો ન હતો.
૫. ક્ષમાધર્મનં મુનિજીવનનો પર્યાય માનનારા મહર્ષિને રોષ હોય જ નહીં. સાધુસેવાના ક્ષેત્રે શાસ્ત્રપ્રસિદ્ધ થઈ ગયેલા નંદિપેણ મુનિને રોપાયમાન કરવા. પેલા દેવે ઓછા ઉધમાત કર્યા હતા? નંદિષણ મુનિએ રોષને દાદ ન આપી તે ન જ આપી!
૬. ધીર-વીર બનીને વિશુદ્ધ આત્મપ્રદેશની પરિશોધમાં નીકળી પડેલા પરાક્રમી મહાત્માઓ, માર્ગમાં ગમે તેવાં વિઘ્નો આવે, સંકટો આવે, ઉપસર્ગો કે પરીપહો આવે, છતાં ખિન્ન ન થાય, ઉત્સાહ-ભગ્ન ન થાય..કે ભયભીત ન થાય. જીવતાજીવે શરીર પરથી ચામડી ઉતારવા દેનારા ખંધકમુનિ અને હસતા મુખે ઘાણીમાં કૂદી પડતા ખંધકસૂરિજીના પાંચસો શિષ્યો આ વાતના સાક્ષી છે!
આવા મહાત્માના ગુણ ગાવા માટે સૃષ્ટિમાં કોઈ ઉપમા જડતી નથી!
For Private And Personal Use Only