________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. પંદર યોગ મન-વચન-કાયાની ક્રિયા તે “યોગ.'
મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત યોગ છે. જૈનદર્શનમાં આ રીતે કુલ પંદર યોગ બતાવવામાં આવ્યા છે.
મનોયોગના ચાર પ્રકાર : ૧. સત્ય મનોયોગ ૨. અસત્ય મનોયોગ ૩. સત્યાસત્ય મનોયોગ ૪. અસત્યામૃષા મનોયોગ ૧. સત્યના બે અર્થ છે : પદાર્થનું યથાવસ્થિત ચિંતન તે સત્ય. મોક્ષમાર્ગના આરાધકો માટે જે હિતકારી તે સત્ય. કોઈ પણ વાત કે વસ્તુ અંગે સર્વજ્ઞ વચન મુજબ ચિંતન કરવું તે સત્ય મનોયોગ છે. દા.ત. “જીવ છે, નિત્યા-નિત્ય છે, કાયપ્રમાણ છે, કર્મ બાંધે છે, કર્મ ભોગવે છે વગેરે.
૨. કોઈપણ વાત કે વસ્તુ અંગે સર્વજ્ઞવચનની પરવા કર્યા વિના વિચાર કરવો, તેનું નામ અસત્ય મનોયોગ. દા.ત. “જીવ નથી,' અથવા ‘જીવ નિત્ય જ છે...અકર્તા છે. નિર્ગુણી છે.. સ્વકર્મનો ભોક્તા નથી..”
૩. જે વિચારમાં-ચિંતનમાં કંઈક સત્ય હોય અને કંઈક અસત્ય હોય તેને સત્યાસત્ય મનોયોગ કહેવાય. દા.ત., કોઈ વનમાં થોડાં આમવૃક્ષો હોય, થોડાં પીપળ વૃક્ષો હોય, થોડાં બાવળ વૃક્ષો હોય..અને ઘણાં અશોકવૃક્ષો હોય...એ વનને જોઈને વિચારે કે “આ અશોક વૃક્ષોનું વન છે...' તો તે સત્યાસત્ય મનોયોગ થયો! અશોક વૃક્ષો છે માટે સત્ય અને બીજા વૃક્ષો હોવાથી અસત્ય! આ યોગ વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો આ પણ અસત્ય મનોયોગ જ છે.
૪. જે ચિંતનમાં ન હોય સત્ય કે ન હોય અસત્ય, હોય માત્ર સ્વરૂપનું ચિંતન. તેને અસત્યાકૃપા મનોયોગ કહેવાય, દા.ત., “મારે દેવદત્ત પાસેથી ગાય લાવવી છે...તેને સ્વર્ણઘડો આપવો છે..” આ વિચારમાં સત્ય-અસત્ય જેવું કંઈ જ નથી, માટે “અસત્યામૃષા' કહેવાય.
૨૬. કારિકા-ર૬
For Private And Personal Use Only